Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાકડકુઇ માધવ વિદ્યાપીઠમાં ગૌરી વ્રત કાર્યક્રમ:125 બાળાઓને ફરાળ, 300થી વધુ બાળકોને નાસ્તાનું વિતરણ

    13 घंटे पहले

    ભરૂચના નેત્રંગ તાલુકાના કાકડકુઇ ગામ સ્થિત માધવ વિદ્યાપીઠ ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-GIDC એકમ અંકલેશ્વર દ્વારા ગૌરી વ્રત નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં 125 બાળાઓને ફરાળ અને 300થી વધુ બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું. ગૌરી વ્રત કરનાર શાળાની બાળાઓને ફરાળ આપવામાં આવ્યું હતું, જ્યારે બાળકોને નાસ્તાનું વિતરણ કરાયું. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિજેતા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. ગૌરી વ્રત એ અષાઢ સુદ અગિયારસથી અષાઢ સુદ પૂનમ સુધી પાંચ દિવસ ઉજવાતો પવિત્ર તહેવાર છે. આ વ્રતમાં મુખ્યત્વે મીઠા વગરનું ભોજન આરોગવું, જવારા વાવી તેની પૂજા કરવી અને શિવ-પાર્વતીની આરાધના કરવાનો વિશેષ મહિમા છે. આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ-GIDC એકમ અંકલેશ્વરના પ્રમુખ ચંદુ જોશી, મહામંત્રી ભાસ્કર આચાર્ય, યુવા પાંખના પ્રમુખ દર્શન જાની, મહિલા પાંખના પ્રમુખ રૂપલ જોશી, અશોક ઓઝા, કે.આર. જોશી સહિતના બ્રહ્મ બંધુઓ અને ભગિનીઓ ઉપસ્થિત રહ્યા હતા. માધવ વિદ્યાપીઠના ટ્રસ્ટી વિજય સુરતીયા, નિલેષ અઘેરા, નાથુ દોરીક સહિતના આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    LIG અને EWSના મકાન ભાડે આપ્યા તો 50 હજાર દંડ:90 દિવસ સીલ કરાશે છતાં જો પકડાયા તો 1 લાખનો દંડ, ત્રીજીવારમાં તો દસ્તાવેજ રદ કરાશે
    Next Article
    ગુજરાતના ઉદ્યોગ ક્ષેત્રને મોટો બૂસ્ટર:₹2,999 કરોડથી વધુના પ્રોજેક્ટ્સને મંજૂરી, 6,110થી વધુ સીધી રોજગારી સર્જાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment