Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેરેજની આડમાં દારૂનું કટિંગ ઝડપાયું:ઓફિસના ભોંયતળિયામાં ચોરખાનું બનાવી સંતાડેલો જથ્થો પકડાયો, 16.42 લાખના મુદ્દામાલ સાથે 3 દબોચાયા; બે ફરાર

    15 hours ago

    સુરતના લસકાણા વિસ્તારમાં આઉટર રિંગરોડ પર આવેલા એક ગેરેજમાંથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સરદાર ચોક પાસે, ખાખી ભજીયાની બાજુમાં આવેલા અલ્પેશભાઈના ગેરેજના પતરાના શેડમાં દારૂની હેરાફેરી અને કટિંગ ચાલતું હતું. આરોપીઓએ દારૂનો જથ્થો છુપાવવા માટે ઓફિસના ભોંયતળિયામાં ખાસ ચોરખાનું પણ બનાવી રાખ્યું હતું. લસકાણા પોલીસની સર્વેલન્સ ટીમે દરોડો પાડીને સ્થળ પરથી રૂ. 3.42 લાખથી વધુની કિંમતનો દારૂ-બીયરનો જથ્થો, બે કાર અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. 16.42 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. બાતમીના આધારે કડક કાર્યવાહી લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.બી. ઝાલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ એન.આર. પટેલ અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ હિંમતસિંહ દિનેશભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે અલ્પેશભાઈના ગેરેજમાં દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે અને તેની હેરાફેરી થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખી તુરંત જ દરોડો પાડ્યો હતો. ઓફિસમાં ભોંયતળિયાનું ચોરખાનું જોઈ પોલીસ ચોંકી ગઈ પોલીસે જ્યારે પતરાના શેડમાં દરોડો પાડ્યો ત્યારે ગેરેજની ઓફિસના ભોંયતળિયામાં શાતિર મગજ દોડાવીને બનાવેલું ચોરખાનું મળી આવ્યું હતું, જેમાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. પોલીસ કાફલાને જોઈને ગેરેજ માલિક અલ્પેશ રતિભાઈ પડસાળા અને પ્રફુલ ભીખાભાઈ આસોદરીયા શેડની પાછળની દીવાલ કૂદીને અંધારામાં ભાગી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી 3 શખ્સોને દબોચી લીધા હતા, જ્યારે ભાગી ગયેલા બંને શખ્સોના મોબાઈલ ફોન બ્રેઝા ગાડીના બોનેટ પરથી મળી આવ્યા હતા. 3 આરોપીઓની ધરપકડ અને 3ને વોન્ટેડ જાહેર કરાયા પોલીસે સ્થળ પરથી દારૂ ખરીદવા અને હેરાફેરી કરવા આવેલા: આ ત્રણેયની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, દારૂનો આ જથ્થો સેલવાસના રામભાઈ કાળુભાઈ બિશ્નોઈએ મોકલ્યો હતો. પોલીસે સેલવાસના રામભાઈ બિશ્નોઈ તેમજ ભાગી છૂટેલા ગેરેજ માલિક અલ્પેશ અને પ્રફુલને વોન્ટેડ જાહેર કર્યા છે. કુલ 16.42 લાખનો મુદ્દામાલ કબજે પોલીસ દરોડા દરમિયાન કુલ 16,42,223નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે: સમગ્ર મામલે લસકાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી પીએસઆઈ એન.આર. પટેલ અને પીએસઆઈ નિખિલકુમાર પટેલ દ્વારા આગળની કાયદેસરની તપાસ ચલાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતના ઉદ્યોગ ક્ષેત્રને મોટો બૂસ્ટર:₹2,999 કરોડથી વધુના પ્રોજેક્ટ્સને મંજૂરી, 6,110થી વધુ સીધી રોજગારી સર્જાશે
    Next Article
    RRUના વિદ્યાર્થીઓને રાઇફલ શૂટિંગની તાલીમ:ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશનના સહયોગથી આયોજન, ભવિષ્યના સુરક્ષા પડકારો સામે સજ્જ થતા યુવાનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment