Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RRUના વિદ્યાર્થીઓને રાઇફલ શૂટિંગની તાલીમ:ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશનના સહયોગથી આયોજન, ભવિષ્યના સુરક્ષા પડકારો સામે સજ્જ થતા યુવાનો

    16 घंटे पहले

    રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ના વિદ્યાર્થીઓને ભવિષ્યના સુરક્ષા પડકારો માટે અત્યારથી જ સજ્જ કરવાના ઉદ્દેશ્યથી ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન (GSRA) ની શૂટિંગ રેન્જ ખાતે રાઇફલ શૂટિંગની વિશેષ તાલીમ પૂરી પાડવામાં આવી રહી છે. આધુનિક શસ્ત્રક્રિયા અને ભવિષ્યલક્ષી તાલીમના આ કાર્યમાં પાયાનું માર્ગદર્શન અને અમૂલ્ય સહકાર પૂરો પાડવા બદલ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા GSRA અને તેના પ્રમુખ અજય પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ભરતી પ્રક્રિયાઓમાં મળશે મોટો ફાયદો RRU માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સુરક્ષાના વિવિધ ક્ષેત્રોના ભાવિ નેતાઓ છે. ભવિષ્યમાં જ્યારે આ યુવાનો દેશની સુરક્ષાની જવાબદારી સંભાળશે, ત્યારે આ રાઇફલ તાલીમ તેમના માટે એક મજબૂત પાયાનું કામ કરશે. વિશ્વભરમાં ડિફેન્સ (સંરક્ષણ) અને પોલીસ વિભાગના વિવિધ ભરતી બોર્ડમાં શસ્ત્રોની વ્યવહારુ તાલીમ અને શારીરિક સજ્જતાનું વિશેષ મહત્વ હોય છે. આ તાલીમ થકી RRU ના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરની ભરતી પ્રક્રિયાઓમાં એક મોટો ફાયદો મળશે અને તેઓ અન્ય ઉમેદવારો કરતાં એક ડગલું આગળ રહેશે. વ્યવહારુ અનુભવથી નિર્ણયશક્તિમાં વધારો આ પ્રકારની સઘન તાલીમ પ્રાપ્ત કર્યા પછી, વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતા સીમિત નહીં રહે, પરંતુ તેઓ એક પ્રશિક્ષિત અને તાલીમબદ્ધ વ્યાવસાયિકો (Trained Professionals) તરીકે યુનિવર્સિટીમાંથી બહાર આવશે. આ વિશેષ પ્રશિક્ષણ તેમને ગ્રાઉન્ડ લેવલ (જમીની સ્તર) ની વાસ્તવિક પરિસ્થિતિઓનો અસલ અને વ્યવહારુ અનુભવ પૂરો પાડશે, જે ફિલ્ડ ઓપરેશન્સમાં તેમની નિર્ણયશક્તિ અને ક્ષમતામાં વધારો કરશે. રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં મહત્વનું યોગદાન ભારતની ભાવિ સુરક્ષા વ્યવસ્થાને વિશ્વકક્ષાની બનાવવાના અને યુવાનોને 'ફ્યુચર-રેડી' (ભવિષ્ય માટે તૈયાર) કરવાના આ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સહયોગ આપવા બદલ અજય પટેલ અને ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશનનો આભાર માનવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગેરેજની આડમાં દારૂનું કટિંગ ઝડપાયું:ઓફિસના ભોંયતળિયામાં ચોરખાનું બનાવી સંતાડેલો જથ્થો પકડાયો, 16.42 લાખના મુદ્દામાલ સાથે 3 દબોચાયા; બે ફરાર
    Next Article
    🟠Iran War Breaking LIVE | શું શરૂ થઈ ચૂક્યું છે નવું શીત યુદ્ધ? પરમાણું બોમ્બ એક્ટિવ? | Trump | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment