Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રાંગધ્રા હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ:સફેદ પથ્થરની આડમાં લઈ જવાતો ₹29.79 લાખનો મુદ્દામાલ જપ્ત;એક આરોપીની ધરપકડ, ત્રણ ફરાર

    20 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-હળવદ હાઇવે રોડ પર આવેલા સોલડી ટોલ નાકા પાસે લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દરોડો પાડી ટ્રકમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂ તથા બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ₹9,38,344ની કિંમતની 4,524 બોટલો અને ટ્રક સહિત કુલ ₹29,79,344નો મુદ્દામાલ જપ્ત કરીને એક શખ્સની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે સોલડી ટોલ નાકા પાસે દરોડો રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલૂની ગેરકાયદે પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવાની સૂચના અન્વયે એલસીબી ટીમે કાર્યવાહી કરી હતી. હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ રાઠોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે સોલડી ટોલ નાકા પાસે ટ્રકને આંતરીને તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન પાસ-પરમિટ વગરનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. દારૂ, ટ્રક અને કાગળો સહિતનો મુદ્દામાલ કબ્જે પોલીસે રૂ. 8,20,744ની કિંમતની વિદેશી દારૂની 3,684 બોટલો તથા રૂ. 1,17,600ની કિંમતના 840 બિયરના ટીન કબ્જે કર્યા હતા. આ ઉપરાંત ₹20,00,000ની કિંમતનો ટ્રક, ₹5,000નો મોટો મોબાઈલ, ₹25,000ના સફેદ પથ્થર અને બિલટી સહિત કુલ ₹29,79,344નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એક આરોપી ઝબ્બે, ત્રણ શખ્સો સામે તપાસ શરૂ રેઇડ દરમિયાન રાજસ્થાનના બિયાવર જિલ્લાના સિંગાડિયા ગામના બબલુસિંગ પુનમસિંગ રાવત નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે ટ્રકના માલિક, માલ મોકલનાર રાજસ્થાનના રાહુલ અને દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા શખ્સ સહિત ત્રણ આરોપીઓને પકડવાના બાકી છે. એલસીબી પીઆઈ બી.એચ. શીંગરખીયા અને પીએસઆઈ આર.જે. ગોહિલ સહિતની ટીમે આ સફળ કામગીરી પાર પાડી હતી.
    Click here to Read More
    Previous Article
    મહીસાગર SOGની કાર્યવાહી:કોઠંબા પોલીસના આર્મ્સ એક્ટ અને ધાડના ગુનામાં ફરાર આરોપી મધ્યપ્રદેશના ભીંડમાંથી ઝડપાયો
    Next Article
    બહુચરાજી મંદિરમાં 6 મહિના બાદ દાનપેટીની ગણતરી શરૂ:સુરક્ષા માટે ફૂલપ્રૂફ વ્યવસ્થા; કર્મચારીઓ મોબાઈલ-પર્સ નહીં લઈ જઈ શકે, તપાસ બાદ જ દરેકને પ્રવેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment