Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બહુચરાજી મંદિરમાં 6 મહિના બાદ દાનપેટીની ગણતરી શરૂ:સુરક્ષા માટે ફૂલપ્રૂફ વ્યવસ્થા; કર્મચારીઓ મોબાઈલ-પર્સ નહીં લઈ જઈ શકે, તપાસ બાદ જ દરેકને પ્રવેશ

    20 hours ago

    પ્રસિદ્ધ તીર્થધામ બહુચરાજી સ્થિત બહુચર માતાજીના મંદિરમાં 6 મહિનાથી સ્ટોર રૂમમાં કોથળામાં ભરીને રાખવામાં આવેલી દાનપેટીની રકમની ગણતરી આજથી શરૂ કરાઈ છે. અંબાજી મંદિરમાં દાનપેટીની ગણતરીમાં જે પ્રમાણે અનિયમિતતા સામે આવી હતી, તે ઘટનાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આખી પ્રક્રિયા અત્યંત પારદર્શક અને ફૂલપ્રૂફ બનાવાઈ છે. આગામી 6 નવેમ્બર સુધીમાં ગણતરીની કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે. વેપારીઓની માંગ અને MLAની રજૂઆત બાદ નિર્ણય લેવાયો છેલ્લા ઘણા સમયથી બહુચરાજીના વેપારીઓ પરચૂરણની ભારે અછતનો સામનો કરી રહ્યા હતા. બીજી તરફ, મંદિરમાં દાનપેટીની રકમની લાંબા સમયથી ગણતરી ન થવાને કારણે ચલણી નોટો પલળી ગઈ હોવાના ગંભીર આક્ષેપો સાથે સ્થાનિક ધારાસભ્ય સુખાજી ઠાકોરે સંકલન સમિતિની બેઠકમાં આ મુદ્દો ભારપૂર્વક ઉઠાવ્યો હતો. દિવાળી પહેલાં બજારમાં પરચૂરણ ઉપલબ્ધ કરાવવા માટે વેપારીઓએ પણ ઉગ્ર માંગ કરી હતી. આ સમગ્ર માંગને ધ્યાને લઈને અધિક કલેક્ટર મયંક પટેલે નવનિયુક્ત કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીનું ધ્યાન દોરતા દાનપેટીની રકમની ગણતરી કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. મહેસૂલી અધિકારીઓ અને વિશેષ ટીમની નિમણૂક ગણતરીની આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવા અને સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે નાયબ કલેક્ટર, મામલતદાર, બે નાયબ મામલતદાર તેમજ ત્રણ મહેસૂલી તલાટીઓ સહિતની ઉચ્ચ સ્તરીય મહેસૂલી ટીમ તૈનાત કરાઈ છે. આ ઉપરાંત મંદિરના 21 કર્મચારીઓ, સુરક્ષાકર્મીઓ અને બેંકના અધિકારીઓની ઉપસ્થિતિમાં ગણતરી શરૂ કરાઈ છે. કોઈપણ પ્રકારની ગરબડ અટકાવવા માટે નિયુક્ત મહેસૂલી અધિકારીઓની ફરજમાં રોજેરોજ ફેરફાર કરાશે. CCTV કેમેરાનું લાઈવ પ્રસારણ અને સતત મોનિટરિંગ ગણતરી શરૂ કરતા પહેલાં આજે સવારે 8:30 વાગ્યે ભંડાર કક્ષમાં CCTV કાર્યરત હોવાની ચકાસણી કરી પ્રમાણપત્ર અપાયું હતું. ત્યારબાદ રૂમ ખોલાયો હતો. ગણતરી પૂર્ણ થાય ત્યાં સુધી કેમેરા સતત ચાલુ રાખવા અને તેનું રેકોર્ડિંગ કાયમી ધોરણે સાચવી રાખવા આદેશ અપાયો છે. આ CCTV કેમેરાના લાઈવ પ્રસારણનું મામલતદાર સતત મોનિટરિંગ કરશે. ટેમ્પલ ટ્રસ્ટના વહીવટદાર એ.કે. ઠક્કર અને નાયબ વહીવટદાર સુરેશ ઠાકોરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જો નિર્ધારિત સમયમાં એટલે કે આગામી 10 દિવસમાં ગણતરી પૂર્ણ નહીં થાય, તો દિવાળીના તહેવારો બાદ બાકી રહેલી કામગીરી ફરીથી હાથ ધરાશે. ભંડારની રોકડ અને પરચૂરણની આ ગણતરી સંપૂર્ણ સુરક્ષા, શિસ્ત અને યાત્રિકોની આસ્થા જળવાઈ રહે તે પ્રકારે પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવશે. દાનપેટીની ગણતરી દરમિયાન પારદર્શિતા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા અત્યંત કડક માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે
    Click here to Read More
    Previous Article
    ધ્રાંગધ્રા હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ:સફેદ પથ્થરની આડમાં લઈ જવાતો ₹29.79 લાખનો મુદ્દામાલ જપ્ત;એક આરોપીની ધરપકડ, ત્રણ ફરાર
    Next Article
    ગોતાના મહાલક્ષ્મી ગ્રેનાઇટમાં આગ:ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment