Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશભરમાં ₹2.86 કરોડની સાયબર ઠગાઈનો પર્દાફાશ:અમદાવાદના માસ્ટરમાઈન્ડ સહિત 3ની ધરપકડ, આરોપીઓ 45 ગુનામાં સંડોવાયેલા; 22 બેંક ખાતા, બે બોગસ કંપનીમાં થતી કરોડોની હેરાફેરી

    4 days ago

    ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે 'ઓપરેશન મ્યુલ હંટ 2.0' હેઠળ દેશવ્યાપી સાયબર છેતરપિંડીના મોટા નેટવર્કનો પર્દાફાશ કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ દેશના 18 રાજ્યમાં નોંધાયેલા કુલ 45 સાયબર ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. જેમાં અંદાજે ₹2.86 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. 22 બેંક એકાઉન્ટમાં છેતરપિંડીની રકમ ટ્રાન્સફર કરતા તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીઓએ વિવિધ બેંકોમાં 22 બેંક એકાઉન્ટ ખોલાવીને છેતરપિંડીથી મેળવેલી રકમને અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરીને નાણાના સ્ત્રોતને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે અમદાવાદના સરનામા પર બે બોગસ કંપનીઓ ઉભી કરી તેમના નામે બેંક ખાતાઓ ખોલાવવામાં આવ્યા હતા. બે બોગસ કંપનીના નામે ઠગાઈની રકમ જમા કરાવતા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ TRAVELFLUX PRIVATE LIMITED અને TRAVOCREST PRIVATE LIMITED નામની પેઢીઓના નામે ખાતાઓ ખોલાવીને તેમાં દેશભરમાંથી મળતી ઠગાઈની રકમ જમા કરાવતા હતા. ત્યારબાદ આ રકમ વિવિધ માધ્યમો દ્વારા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરીને ઉપાડી લેવામાં આવતી હતી. અમદાવાદનો નિકુંજ પટેલ માસ્ટરમાઈન્ડ ઝડપાયેલા આરોપીઓમાં અમદાવાદના નિકુંજ પટેલને સમગ્ર કૌભાંડનો મુખ્ય માસ્ટરમાઈન્ડ માનવામાં આવી રહ્યો છે. તેની સાથે હિતેશ પટેલ અને સ્મૃતિ સોનીની પણ ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલો એક અન્ય આરોપી હજુ ફરાર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સાયબર ગેંગની ડિજિટલ એરેસ્ટ, UPI છેતરપિંડી જેવી મોડસ ઓપરેન્ડી સાયબર ગેંગ દ્વારા સોશિયલ મીડિયા, વોટ્સએપ, ટેલિગ્રામ અને SMS મારફતે લોકોનો સંપર્ક કરી ડિજિટલ અરેસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ, UPI છેતરપિંડી, ડિપોઝિટ સ્કેમ, ટ્રેડિંગ ફ્રોડ, જોબ સ્કેમ અને ફિશિંગ જેવી વિવિધ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી લોકોને શિકાર બનાવવામાં આવતા હતા. હજુ વધુ નાણાકીય વ્યવહારોની તપાસ આ કેસમાં અત્યાર સુધી 9 મોબાઈલ, 8 ચેકબુક, 11 ડેબિટ-ક્રેડિટ કાર્ડ અને એક લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા હજુ વધુ નાણાકીય વ્યવહારો અને સંડોવાયેલા અન્ય લોકો અંગે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના એસપી ડૉ.રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, 'ઓપરેશન મ્યુલ હંટ 2.0' હેઠળ મ્યુલ એકાઉન્ટ અને ફેક કંપનીઓ મારફતે ચાલી રહેલા સાયબર ગુનાઓ સામે રાજ્યવ્યાપી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડ થવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    કાપોદ્રા પોલીસની સરાહનીય કામગીરી:રિક્ષામાં ભુલાયેલો 6 લાખની કિંમતનો સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ ભરેલો થેલો ગણતરીના કલાકોમાં શોધી મહિલાને પરત સોંપ્યો
    Next Article
    GPS ટ્રેકર હોવા છતા પોલીસ ત્રાટકી:દિલ્હી-મુંબઇ નેશનલ એક્સપ્રેસ-વે પરથી 18.17 લાખના વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે આઇસર ટેમ્પો ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment