Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GPS ટ્રેકર હોવા છતા પોલીસ ત્રાટકી:દિલ્હી-મુંબઇ નેશનલ એક્સપ્રેસ-વે પરથી 18.17 લાખના વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે આઇસર ટેમ્પો ઝડપાયો

    4 days ago

    વડોદરા જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે સ્થાનિક પોલીસની સાથે-સાથે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પણ એક્શન મોડમાં છે. આ દરમિયાન વડોદરા ગ્રામ્ય LCBની ટીમને એક બહુ મોટી સફળતા મળી છે. પોલીસે મુંબઈ-દિલ્હી નેશનલ એક્સપ્રેસ હાઇવે નંબર-4 પર વોચ ગોઠવીને પ્લાસ્ટિકની બોટલો, ગ્લાસ અને ખાલી ડબ્બાના બોક્સની આડમાં છુપાવીને લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ઉત્તર પ્રદેશના એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુપ્ત બાતમીના આધારે એક્સપ્રેસ હાઇ-વે પર ગોઠવાઈ નાકાબંધી મળતી માહિતી મુજબ વડોદરા ગ્રામ્ય LCBના પોલીસ ઇન્સ્પેક્ટર પી.જે.ખરસાણ તેમજ પો.સબ.ઇન્સ. પી.કે.ભુત અને તેમની ટીમ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને ચોક્કસ અને ગુપ્ત બાતમી મળી હતી કે, એક આઇસર ટેમ્પોમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને ભરૂચ તરફથી મુંબઈ-દિલ્હી નેશનલ એક્સપ્રેસ-વે થઈને વડોદરા તરફ જઈ રહ્યો છે. આ બાતમી મળતા જ એક્ટિવ થયેલી પોલીસે હાઇવે પર વ્યૂહાત્મક નાકાબંધી કરીને વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ આઇશર ટેમ્પોને અટકાવ્યો હતો. ખોખાં હટાવતા જ નીકળી 316 પેટીઓ પોલીસે જ્યારે ટેમ્પોને રોકીને તપાસ કરી ત્યારે તેમાં ચાલક એકલો જ હાજર હતો. પ્રાથમિક તપાસમાં આઇશર ટેમ્પોની પાછળના ભાગે ઉપર માત્ર ખાલી પુઠ્ઠાના બોક્સ ગોઠવેલા દેખાતા હતા, જેમાં પ્લાસ્ટિકની બોટલ, ગ્લાસ અને ડબ્બા ભરેલા હતા જેથી કોઈને શંકા ન જાય. જો કે, પોલીસે ઝીણવટભરી ઊંડાણપૂર્વક તપાસ કરીને ઉપરના બોક્સ હટાવતા જ અંદરથી વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ટેમ્પોમાંથી કુલ 316 પેટીઓ (જેમાં 7584 નંગ દારૂ-બીયરની બોટલો તથા ટીન સામેલ છે) જપ્ત કરાઈ હતી, જેની બજાર કિંમત ₹18,17,664 થાય છે. UPના ડ્રાઇવરની ધરપકડ પોલીસે આ સફળ દરોડા દરમિયાન દારૂના જથ્થા ઉપરાંત ₹10 લાખની કિંમતનો આઇશર ટેમ્પો, એક મોબાઈલ ફોન, જી.પી.એસ. ટ્રેકર (GPS Tracker), પ્લાસ્ટિકના ગ્લાસ અને બોક્સ સહિત કુલ ₹28,53,764નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે ટેમ્પો ચાલક અર્જુન રામજીત બિંદ (રહે. સેબાહી ગામ, જિ. જૌનપુર, ઉત્તરપ્રદેશ) ની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી હતી. દમણથી ભરેલો જથ્થો વડોદરા એરફોર્સ બ્રિજ પાસે પહોંચાડવાનો હતો પકડાયેલા ડ્રાઇવરની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, દારૂનો આ જથ્થો 'સફીલ મોહંમદ' (રહે. સુલતાનપુર, યુપી, હાલ રહે. દમણ) નામના બુટલેગરે ભરૂચ-મુંબઈ હાઇવે પાસે ટેમ્પો પાર્ક કરીને ડ્રાઇવર અર્જુનને સોંપ્યો હતો. આ જથ્થો વડોદરા ગોલ્ડન ચોકડીથી આગળ નેશનલ હાઇ-વે 48 પર આવેલા એરફોર્સના બ્રિજ પાસે કોઈને ડીલીવર કરવાનો હતો. હાલ આ સમગ્ર મામલે કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને મુખ્ય સૂત્રધાર સફીલ મોહંમદ સહિતના નેટવર્કને પકડવા વધુ તપાસ તેજ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દેશભરમાં ₹2.86 કરોડની સાયબર ઠગાઈનો પર્દાફાશ:અમદાવાદના માસ્ટરમાઈન્ડ સહિત 3ની ધરપકડ, આરોપીઓ 45 ગુનામાં સંડોવાયેલા; 22 બેંક ખાતા, બે બોગસ કંપનીમાં થતી કરોડોની હેરાફેરી
    Next Article
    અભયમ ટીમે રસ્તે ભટકતી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું:નશાની હાલતમાં પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપી માર મારતા મહિલાએ ઘર છોડ્યું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment