Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં રક્તદાન કેમ્પ યોજાયો:થેલેસેમિયા પીડિતો અને કેન્સર દર્દીઓ માટે 6 યુનિટ રક્ત એકત્ર કરાયું

    1 day ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે 15 ઓગસ્ટ, 2026ના રોજ 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો. ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથ જિલ્લા શાખા અને માનવ સેવા ટ્રસ્ટ, વેરાવળ દ્વારા કોમ્યુનિટી હોલ ખાતે આ કેમ્પનું આયોજન થેલેસેમિયા પીડિત બાળકો અને કેન્સરના દર્દીઓના લાભાર્થે કરાયું હતું. આ કેમ્પમાં કુલ 6 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે તુલસીભાઈ ગોહેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે આગેવાનો ભાવનાબેન ચુડાસમા અને ભરતભાઈ પરમાર પણ હાજર રહ્યા હતા. ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથ જિલ્લા શાખા વતી કિરીટભાઈ ઉનડકટ, સેવારામભાઈ મૂલચંદાણી, ગિરીશભાઈ ઠક્કર અને ભાવેશભાઈ મહેતાએ હાજરી આપી હતી. કેમ્પને સફળ બનાવવા માટે રેડ ક્રોસ સોસાયટીના ડો. ખેવના કારાવડીયાની દેખરેખ હેઠળ સ્ટાફ દિવ્યેશ અપારનાથી, રિધ્ધિ હઈ અને હીના બારડ સહિતના ટેકનિકલ સ્ટાફે સેવા આપી હતી. આ અંગેની માહિતી રેડ ક્રોસ સોસાયટીના સેક્રેટરી અનિસ રાચ્છે એક યાદીમાં આપી હતી.
    Click here to Read More
    Previous Article
    વઢવાણ ટ્રસ્ટ દ્વારા ગાંધી હોસ્પિટલમાં સાડી-ફૂટ વિતરણ:27 દાખલ મહિલાઓને સશક્તિકરણના સંકલ્પ સાથે મદદ કરાઈ
    Next Article
    મોરબીના મકનસરમાં પાકિસ્તાની શરણાર્થીઓ માટે વિશેષ કેમ્પ યોજાયો:નાગરિકતા, LTV-વિઝા, દસ્તાવેજોની સમસ્યાઓનું સ્થળ પર નિરાકરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment