Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના મકનસરમાં પાકિસ્તાની શરણાર્થીઓ માટે વિશેષ કેમ્પ યોજાયો:નાગરિકતા, LTV-વિઝા, દસ્તાવેજોની સમસ્યાઓનું સ્થળ પર નિરાકરણ

    1 day ago

    મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકાના મકનસર ગામે વસવાટ કરતા પાકિસ્તાની શરણાર્થી પરિવારો માટે એક વિશેષ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવતની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કેમ્પમાં શરણાર્થીઓની વિવિધ વહીવટી મુશ્કેલીઓ સાંભળી સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. કેમ્પ દરમિયાન, ભારતીય નાગરિકતા મેળવવા માટે પ્રમાણપત્રની અરજી કરવાની પ્રક્રિયા અંગે શરણાર્થીઓને સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, એક્સપાયર થયેલા પાસપોર્ટ અને લોંગ-ટર્મ વિઝા (LTV) સંબંધિત પ્રશ્નો અંગે પણ કાનૂની અને વહીવટી માર્ગદર્શન અપાયું. શરણાર્થી પરિવારો દ્વારા આધારકાર્ડ, રેશનકાર્ડ, પાનકાર્ડ અને ચૂંટણીકાર્ડ જેવા પાયાના દસ્તાવેજો મેળવવા અંગેની રજૂઆતો પણ સ્વીકારવામાં આવી હતી. લગ્ન પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા તેમજ શરણાર્થી પરિવારોના બાળકોને સ્થાનિક શાળાઓમાં વિનામૂલ્યે પ્રવેશ અપાવવા અંગે પણ પરામર્શ કરવામાં આવ્યો. કેમ્પમાં શરણાર્થી પરિવારો દ્વારા કરવામાં આવેલી વિવિધ વહીવટી રજૂઆતોને ધ્યાનમાં લઈને, નિયમોનુસાર તેના સકારાત્મક નિવારણ માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં રક્તદાન કેમ્પ યોજાયો:થેલેસેમિયા પીડિતો અને કેન્સર દર્દીઓ માટે 6 યુનિટ રક્ત એકત્ર કરાયું
    Next Article
    પાટણમાં 80મા સ્વાતંત્ર્ય દિને દેશભક્તિ ગીત સ્પર્ધા:લાયન્સ-લીઓ ક્લબ અને નીરવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment