Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 80મા સ્વાતંત્ર્ય દિને દેશભક્તિ ગીત સ્પર્ધા:લાયન્સ-લીઓ ક્લબ અને નીરવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજન

    1 day ago

    પાટણમાં 80મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે લાયન્સ-લીઓ ક્લબ અને નીરવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન લાયન્સ પ્રમુખ મૌલિક ઠક્કર, લીઓ પ્રમુખ ચિરાગ પ્રજાપતિ, સંગીતકાર નીરવ ગાંધી, પૂર્વ પ્રમુખ લાયન મનોજ પટેલ, અગ્રણી પ્રકાશ ઠક્કર, બિપીન પરીખ અને કોર્પોરેટર રેણુકાબેન દરબાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 50થી વધુ લોકોએ દેશભક્તિના ગીતો ગાયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં સંગીત પ્રત્યેની ભાવના જગાડવાનો, સંગીતપ્રેમીઓની પ્રતિભાને મંચ પૂરો પાડવાનો અને પરિવારમાં દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો. આ પ્રસંગે ભારત દેશના શહીદ સૈનિકોના બલિદાનને પણ યાદ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મેહુલભાઈ, આશિષભાઈ, સંદીપભાઈ, પ્રતાપજી ઠાકોર, સુવિપ્ર ઠક્કર, પાર્થ દેસાઈ, આયુષ દરબાર, કાર્તિક, પ્રિન્સ યાદવ સહિત મોટી સંખ્યામાં લાયન્સ ક્લબના સભ્યો અને નીરવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મોરબીના મકનસરમાં પાકિસ્તાની શરણાર્થીઓ માટે વિશેષ કેમ્પ યોજાયો:નાગરિકતા, LTV-વિઝા, દસ્તાવેજોની સમસ્યાઓનું સ્થળ પર નિરાકરણ
    Next Article
    "I'm Not Insecure": Why Sunny Deol Tore His Jeans Over Darr

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment