Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના પેપર મિલ ઉદ્યોગને ‘પડ્યા પર પાટુ’:કોલસો અને વેસ્ટ પેપર મોંઘા થતાં ઉત્પાદન ખર્ચ વધ્યો; એક્સપોર્ટ માર્કેટ ઠપ્પ; પ્રતિ કિલો પેપરની પડતર કિંમત ₹28 થી વધી ₹34 થઈ

    7 hours ago

    મોરબીનો પેપર મિલ ઉદ્યોગ હાલ કાચા માલના ભાવવધારા અને મંદીના કારણે ભારે મુશ્કેલીમાં મુકાયો છે. ઇંધણ તરીકે વપરાતા કોલસા તેમજ એક્સપોર્ટ વેસ્ટ પેપરના ભાવમાં અચાનક મોટો ઉછાળો આવતાં તૈયાર માલની પડતર કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. વૈશ્વિક સ્તરે એક્સપોર્ટ માર્કેટ ઠપ્પ થઈ જવાના કારણે અને સ્થાનિક બજારમાં માંગ ન હોવાના લીધે મોરબીના ૫૨ જેટલા પેપર મિલ ઉદ્યોગકારો ચિંતામાં મુકાયા છે. કાચા માલ અને કોલસામાં આકરો ભાવવધારો મોરબી પેપર મિલ એસોસિએશનના પ્રમુખ શૈલેષ પટેલે જણાવ્યું કે ગત માર્ચમાં ₹3800 માં મળતો GMDC કોલસો હાલ ₹4500 એ પહોંચ્યો છે. જ્યારે ઇન્ડોનેશિયન કોલસાનો ભાવ ₹8000 થી વધીને ₹10,000 થયો છે. આ ઉપરાંત એક્સપોર્ટ વેસ્ટ પેપરનો ભાવ પણ પ્રતિ ટન 160 ડોલરથી વધીને 200 ડોલર થઈ જતાં ઉત્પાદન ખર્ચ પર સીધી અસર પડી છે. દરરોજ 2700 ટન કોલસાની વપરાશ મોરબીમાં ધમધમતી ૫૨ પેપર મિલોમાં પ્રતિદિન 5500 ટન પેપરનું ઉત્પાદન થાય છે, જેના માટે દૈનિક 2700 ટન કોલસાની જરૂર પડે છે. ભાવવધારાના કારણે ગત માર્ચ મહિનામાં પ્રતિ કિલો ₹28 માં તૈયાર થતો પેપર હાલ ₹34 ની પડતર કિંમતે તૈયાર થઈ રહ્યો છે. આ સતત વધી રહેલા ઉત્પાદન ખર્ચના કારણે ઉદ્યોગકારો માટે બજારમાં સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. એક્સપોર્ટ બંધ થતાં ઉદ્યોગકારો સંકટમાં ઈરાન અને ઈઝરાયેલ યુદ્ધ બાદ ધીમે ધીમે પાટે ચડેલો પેપર મિલ ઉદ્યોગ ફરીથી મંદીના સપડડામાં આવી ગયો છે. તૈયાર માલની ઊંચી પડતર કિંમતના કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મોરબીના ઉદ્યોગકારો ટકી શકતા નથી, જેથી મોટાભાગનું એક્સપોર્ટ બંધ થયું છે. એક તરફ લોકલ માર્કેટમાં માંગ નથી અને બીજી તરફ રો-મટિરિયલ મોંઘું થતાં ઉદ્યોગકારો માટે 'પડ્યા પર પાટુ' જેવી સ્થિતિ સર્જાઈ છે
    Click here to Read More
    Previous Article
    PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં HCમાં સુનાવણી:કેજરીવાલે હાઇકોર્ટે કરેલા 25 હજારનો દંડ સામે ડબલ જજની બેન્ચ સમક્ષ કરી હતી અપીલ
    Next Article
    અટારના ત્રણ બાળમિત્રોએ ઘરે જ માટીમાંથી શ્રીજીની પ્રતિમા બનાવી:કેમિકલયુક્ત મૂર્તિઓ ટાળી, પર્યાવરણ સુરક્ષાનો ઉત્તમ સંદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment