Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અટારના ત્રણ બાળમિત્રોએ ઘરે જ માટીમાંથી શ્રીજીની પ્રતિમા બનાવી:કેમિકલયુક્ત મૂર્તિઓ ટાળી, પર્યાવરણ સુરક્ષાનો ઉત્તમ સંદેશ આપ્યો

    7 hours ago

    વલસાડ તાલુકાના અટાર ગામના પટેલ પરિવારના ત્રણ બાળકોએ ગણેશોત્સવ દરમિયાન ભક્તિ સાથે પર્યાવરણ સુરક્ષાનું સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે. બજારમાંથી કેમિકલવાળી અને પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ લાવવાને બદલે, શ્રેય, યુવન અને ક્રેની નામના આ બાળકોએ ઘરે જ શુદ્ધ માટીમાંથી બાપ્પાની સુંદર મૂર્તિ બનાવીને તેની સ્થાપના કરી છે. બાળકોએ જાતે જ માટી ગૂંથવાથી લઈને મૂર્તિ બનાવવી, કુદરતી રંગોથી રંગકામ કરવું, શણગાર કરવો અને આસન સજાવવા સુધીનું બધું કામ પોતાની કલ્પના અને હાથની કળાથી પૂરું કર્યું છે. આ ઇકો-ફ્રેન્ડલી મૂર્તિનું વિસર્જન પણ પ્રકૃતિ કે પાણીના સ્ત્રોતોને નુકસાન પહોંચાડ્યા વગર ઘરે જ કુંડામાં કરવામાં આવશે. બાળકોના આ પ્રયાસથી ગામમાં તેમની સર્જનાત્મકતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ બાળમિત્રોએ સમગ્ર સમાજને પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે કે પ્રકૃતિને નુકસાન પહોંચાડ્યા વગર પણ તહેવારોનો સાચો આનંદ માણી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીના પેપર મિલ ઉદ્યોગને ‘પડ્યા પર પાટુ’:કોલસો અને વેસ્ટ પેપર મોંઘા થતાં ઉત્પાદન ખર્ચ વધ્યો; એક્સપોર્ટ માર્કેટ ઠપ્પ; પ્રતિ કિલો પેપરની પડતર કિંમત ₹28 થી વધી ₹34 થઈ
    Next Article
    નવસારીના શાંતાદેવી રોડ પર ગણપતિ ઉત્સવની ધૂમ:ભક્તોએ સોમનાથ, જન કલ્યાણ, ગાંધીનગર અને પાર્શ્વનાથ એપાર્ટમેન્ટમાં કર્યા બાપાના દર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment