Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના શાંતાદેવી રોડ પર ગણપતિ ઉત્સવની ધૂમ:ભક્તોએ સોમનાથ, જન કલ્યાણ, ગાંધીનગર અને પાર્શ્વનાથ એપાર્ટમેન્ટમાં કર્યા બાપાના દર્શન

    6 hours ago

    નવસારીમાં ગણપતિ ઉત્સવની ધૂમ જોવા મળી રહી છે. નાના ઘરોથી લઈને મોટી સોસાયટીઓ, એપાર્ટમેન્ટ અને બંગલોઝમાં પણ ગણપતિ બાપાનું આગમન થયું છે. ભક્તો ભક્તિભાવથી ભગવાનના આગમનને વધાવી રહ્યા છે. ભગવાનને જાતજાતના ભોજન બનાવીને જમાડવામાં આવે છે. સવાર-સાંજ વિવિધ પ્રકારની આરતીઓ કરવામાં આવે છે. નાના બાળકો પણ બાપાની ભક્તિમાં નાચતા જોવા મળે છે. ગુજરાતીઓ અને ખાસ કરીને કાઠિયાવાડીઓ માટે ગરબાનું વિશેષ મહત્વ હોય છે. દરરોજ રાત્રે બાપાની આરતી પછી બહેનો અને ભાઈઓ ગરબે ઘૂમીને ઉત્સવની ઉજવણી કરે છે. શાંતાદેવી વિસ્તારમાં ચાર જગ્યાએ ગણપતિ બાપાના દર્શન કરવામાં આવ્યા. જેમાં સોમનાથ બાળ ગણેશ મંડળ, જન કલ્યાણ સોસાયટી, ગાંધીનગર સોસાયટી અને પાર્શ્વનાથ એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે. ભક્તોએ આ સ્થળોએ બાપાના દર્શન કરીને ધન્યતા અનુભવી.
    Click here to Read More
    Previous Article
    અટારના ત્રણ બાળમિત્રોએ ઘરે જ માટીમાંથી શ્રીજીની પ્રતિમા બનાવી:કેમિકલયુક્ત મૂર્તિઓ ટાળી, પર્યાવરણ સુરક્ષાનો ઉત્તમ સંદેશ આપ્યો
    Next Article
    રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમનું આગમન:18 સપ્ટેમ્બરથી રમાનાર મેચમાં સહેવાગ-દ્રવિડની જોડી મેદાન પર જોવા મળશે, સૌરાષ્ટ્રના બે ખેલાડીને પણ ટીમમાં સ્થાન મળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment