Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમનું આગમન:18 સપ્ટેમ્બરથી રમાનાર મેચમાં સહેવાગ-દ્રવિડની જોડી મેદાન પર જોવા મળશે, સૌરાષ્ટ્રના બે ખેલાડીને પણ ટીમમાં સ્થાન મળ્યું

    6 hours ago

    ભારત અને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ક્રિકેટ ટિમનું રાજકોટમાં આગમન થઇ ચૂક્યું છે. આગામી તારીખ 18 સપ્ટેમ્બરને શુક્રવારથી શરૂ કરી 30 સપ્ટેમ્બર સુધી ત્રણ વનડે મેચ અને એક યુથ ટેસ્ટ મેચ રમાવવા જઈ રહ્યા છે ત્યારે બન્ને ટિમ દ્વારા રાજકોટમાં આવી નેટ પ્રેક્ટિસ પણ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ પર સહેવાગ દ્રવિડની જોડી એટલે કે વીરેન્દ્ર સહેવાગના પુત્ર આર્યવીર સહેવાગ અને રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડનું સિલેક્શન થતા તેઓ બન્ને રાજકોટના મેદાન પર ભારત તરફથી મેચ રમતા જોવા મળશે જયારે સૌરાષ્ટ્ર ટીમના બે ખેલાડી મોહિત ઉલ્વા અને આર્યન સવસાણીને પણ સ્થાન મળતા રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે ગૌરવની ક્ષણ બની રહેશે. રાજકોટ જામનગર રોડ પર આવેલ નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આગામી તારીખ 18 સપ્ટેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અંડર-19 ક્રિકેટ વનડે મેચ રમવા શરૂઆત થવાની છે અને ત્યાર બાદ 21 અને 23 સપ્ટેમ્બરના રોજ વનડે મેચ તેમજ 27થી 30 સપ્ટેમ્બર સુધી યુથ ટેસ્ટ મેચ રમાનાર છે ત્યારે, ભારત અને ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓનું રાજકોટમા આગમન થઇ ચૂક્યું છે તેમજ બન્ને ટિમો દ્વારા નેટ પ્રેક્ટિસ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રભરમાંથી ક્રિકેટ રસિકો કરી મેચ નિહાળવા આવી શકે તે માટે પ્રેક્ષકો માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયામાં લક્ષ્ય રાયચંદાણી - કેપ્ટન, યશવર્ધન ચૌહાણ, રજત બઘેલ - વિકેટ કીપર, આર્યવીર સેહવાગ, વી કે વિનીત, મોહિત ઉલ્વા, કુશાગ્ર ઓઝા, અર્જુન રાજપૂત, કાવ્યા પટેલ, મનલ ચૌહાણ, અન્વય દ્રવિડ - વિકેટ કીપર, વી. યશવીર, આર્યન સવસાણી, શવિન વિનોદ અને ચિગુરુપતિ વેંકટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમ ઓસ્ટ્રેલિયામાં હેડન બાર્બુલોવિક, કેસી બાર્ટન એલી બ્રેન, વિલિયમ બાયરોમ, બ્લેક કેટી, જેક ઝોસ્નેક, સ્પેન્સર ગ્રીન, કોનોર ગ્રેગરી, ચાર્લી હેન્ડરસન, ઝેડ હોલિક, મેથ્યુ લોફ, નીલ પટેલ, જેકબ પીટ્ઝ, પેટ્રિક સુલિવાન, થિયો સિંગોસ અને થોમસ વાસીઓનો સમાવેશ થાય છે. વન-ડે મેચનો સમય યુથ ટેસ્ટ મેચ, 27થી 30 સપ્ટેમ્બર
    Click here to Read More
    Previous Article
    નવસારીના શાંતાદેવી રોડ પર ગણપતિ ઉત્સવની ધૂમ:ભક્તોએ સોમનાથ, જન કલ્યાણ, ગાંધીનગર અને પાર્શ્વનાથ એપાર્ટમેન્ટમાં કર્યા બાપાના દર્શન
    Next Article
    Fire in Salasar textile market in Surat | સુરતના સારોલી વિસ્તારમાં ભીષણ આગ | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment