Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીમાં ગેરકાયદેસર રેતી ખનન પર તંત્રની મોટી કાર્યવાહી:કુકરમુંડામાં ₹27 લાખથી વધુની રેતી અને ટ્રક સીઝ કરાઈ

    8 hours ago

    તાપી જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન અને રોયલ્ટી ચોરી સામે વહીવટી તંત્રએ કડક કાર્યવાહી કરી છે. કુકરમુંડા તાલુકાના જુના પીપલાસ ગામે એક રેતી લીઝ પર પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમે ઓચિંતી રેડ પાડી હતી. આ કાર્યવાહીમાં ₹27 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. આ રેડ કુકરમુંડા તાલુકાના જુના પીપલાસ ગામે આવેલી અલ્પેશ બાબુભાઈ પંચાલની માલિકીની રેતી લીઝ પર કરવામાં આવી હતી. તપાસ દરમિયાન લીઝ પર મોટા પાયે સાદી રેતીનો સંગ્રહ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા રેતી સંગ્રહ અંગે જરૂરી કાગળો, રોયલ્ટી પાસ કે અન્ય કાયદેસરના આધાર-પુરાવા માંગવામાં આવતા, લીઝ સંચાલકો તે રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. નિયમોનું ઉલ્લંઘન જણાતા તંત્રએ સ્થળ પરથી લાખોની કિંમતનો સાદી રેતીનો જથ્થો સીઝ કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન, લીઝ પરથી રેતી ભરીને નીકળતી એક ટ્રકને પણ અધિકારીઓએ રોકીને તપાસ કરી હતી. ટ્રકના ચાલક પાસે રોયલ્ટી પાસ સહિતના જરૂરી દસ્તાવેજો ન હોવાથી તંત્રએ ટ્રકને પણ કબજે લીધી હતી. સમગ્ર રેડ દરમિયાન અંદાજે ₹27 લાખથી વધુની કિંમતની રેતી અને ટ્રક સીઝ કરવામાં આવી છે. તંત્ર દ્વારા આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહી:આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા સાવચેતીના પગલાં લેવા સૂચના, ખેડૂતોએ અનાજ ભરેલી બોરીઓ પલળે નહીં તેની ખાસ કાળજી લેવી
    Next Article
    GCAS એ UG પ્રવેશ માટે નવું શિડ્યુલ જાહેર કર્યું:2026-27 માટે ચાર રાઉન્ડમાં પ્રવેશ, બીજું રજિસ્ટ્રેશન 30 મેથી શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment