Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GCAS એ UG પ્રવેશ માટે નવું શિડ્યુલ જાહેર કર્યું:2026-27 માટે ચાર રાઉન્ડમાં પ્રવેશ, બીજું રજિસ્ટ્રેશન 30 મેથી શરૂ

    9 hours ago

    ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે સ્નાતક (UG) કક્ષાના પ્રવેશ માટે સુધારેલું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ હેઠળ કાર્યરત GCAS દ્વારા આ પ્રવેશ પ્રક્રિયા કુલ ચાર રજિસ્ટ્રેશન રાઉન્ડમાં યોજાશે. જે વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડમાં નોંધણી કરાવી શક્યા નથી, તેમના માટે 30 મે, 2026 થી બીજા રાઉન્ડનું રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ રાઉન્ડની રજિસ્ટ્રેશન પ્રક્રિયા 28 મેના રોજ પૂર્ણ થઈ હતી. આ રાઉન્ડની પ્રથમ પ્રવેશ ઓફર 29 મે થી 1 જૂન, 2026 દરમિયાન વિદ્યાર્થીઓના ડેશબોર્ડ પર ઉપલબ્ધ થશે. વિદ્યાર્થીઓએ 2 જૂન થી 6 જૂન, 2026 સુધીમાં પોતાનો પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. બીજા રાઉન્ડ માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા 30 મે થી 6 જૂન, 2026 (રાત્રે 11:59 સુધી) ચાલશે. તેની પ્રવેશ ઓફર 8-9 જૂનના રોજ જાહેર થશે અને 10 થી 13 જૂન દરમિયાન કન્ફર્મેશન કરવાનું રહેશે. ત્રીજા રાઉન્ડનું રજિસ્ટ્રેશન 8 જૂન થી 13 જૂન સુધી ચાલશે. આ રાઉન્ડ માટે પ્રવેશ ઓફર 15-16 જૂનના રોજ અને કન્ફર્મેશન 17 થી 20 જૂન સુધી કરી શકાશે. અંતિમ નિયમિત રાઉન્ડ, એટલે કે ચોથા રાઉન્ડનું રજિસ્ટ્રેશન 15 જૂન થી 20 જૂન દરમિયાન યોજાશે. તેની પ્રવેશ ઓફર 22-23 જૂનના રોજ અને કન્ફર્મેશન પ્રક્રિયા 24 થી 29 જૂન સુધી ચાલશે. પ્રવેશ ઓફર મળ્યા બાદ વિદ્યાર્થીઓએ ઓનલાઈન કન્ફર્મ કરી હાયર પ્રેફરન્સ માટે 'Consent' (સંમતિ) આપવી ફરજિયાત છે. જો વિદ્યાર્થી સંમતિ નહીં આપે, તો તેની પસંદગી લોક થઈ જશે અને આગામી રાઉન્ડમાં તેને ઉપરના પ્રેફરન્સનો લાભ મળશે નહીં. પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે, વિદ્યાર્થીઓએ સંબંધિત કોલેજમાં અસલ પ્રમાણપત્રો સાથે રૂબરૂ જઈ, ફી ભરીને OTP દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. રજિસ્ટ્રેશન ફી અનઅનામત વર્ગ માટે રૂ. 300 અને SC, ST, SEBC, EWS તેમજ દિવ્યાંગ (PwBD) ઉમેદવારો માટે રૂ. 150 નક્કી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સહાયતા માટે 'AI એજન્ટ' સુવિધા અને +91-7969799680 હેલ્પલાઈન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ACPC કે ACMPC દ્વારા થતા પ્રવેશ માટે GCAS પોર્ટલ પર અરજી કરવાની રહેશે નહીં.
    Click here to Read More
    Previous Article
    તાપીમાં ગેરકાયદેસર રેતી ખનન પર તંત્રની મોટી કાર્યવાહી:કુકરમુંડામાં ₹27 લાખથી વધુની રેતી અને ટ્રક સીઝ કરાઈ
    Next Article
    પાટણમાં નશામાં ધૂત ગાડી ચાલક એક્ટિવાને ટક્કર મારી ફરાર:ગાડીમાં રહેલા અન્ય શખસે ધમકી આપી, પોલીસ સ્ટેશનમાં લઈ જતા ટ્રાફિક પોલીસકર્મીને લાફા માર્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment