Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં નશામાં ધૂત ગાડી ચાલક એક્ટિવાને ટક્કર મારી ફરાર:ગાડીમાં રહેલા અન્ય શખસે ધમકી આપી, પોલીસ સ્ટેશનમાં લઈ જતા ટ્રાફિક પોલીસકર્મીને લાફા માર્યાં

    8 hours ago

    પાટણમાં એક ટ્રાફિક પોલીસ કર્મચારી અને તેમની પત્ની બજારમાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે ગાંધીબાગ પાસે નશામાં ધૂત ટાટા પંચ ગાડીના ચાલકે તેમની એક્ટિવાને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ ઘટના 29 મે, 2026ના રોજ સાંજે 6 વાગ્યા આસપાસ બની હતી. અકસ્માત બાદ ગાડીનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે, ગાડીમાં સવાર અન્ય શખસ નીચે ઉતરીને ટ્રાફિક પોલીસ કર્મચારી અને તેમની પત્ની સાથે અપશબ્દો બોલ્યાં હતા. તેમણે "હું પોલીસમાં છું" તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસ કર્મચારી ઈશ્વર પટેલ આરોપી કૃણાલકુમાર બલભદ્રસિંહ ગઢવી (રહે. છાણી, વડોદરા)ને ગાડી સાથે બી. ડિવિઝન પોલીસ મથકે લઈ આવ્યા હતા. ત્યાં પણ આરોપીએ ઉશ્કેરાઈ જઈ પોલીસ કર્મચારીને બે-ત્રણ લાફા માર્યા હતા. તપાસ દરમિયાન આરોપીની ગાડીમાંથી દારૂની 180 MLની અડધી ભરેલી બોટલ, બે ખાલી બોટલો, અને અડધું પીધેલું દારૂનું પેગ ભરેલો ગ્લાસ મળી આવ્યો હતો. અકસ્માત સર્જી ગાડીનો ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. આ મામલે બી. ડિવિઝન પોલીસ મથકે વડોદરાના આરોપી કૃણાલકુમાર ગઢવી અને ફરાર ચાલક વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પીએસઆઈ આઈ. જી. મોરીએ વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    GCAS એ UG પ્રવેશ માટે નવું શિડ્યુલ જાહેર કર્યું:2026-27 માટે ચાર રાઉન્ડમાં પ્રવેશ, બીજું રજિસ્ટ્રેશન 30 મેથી શરૂ
    Next Article
    દરેડમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ ઝડપાયું:સલામતી વિના ઘરેલુ બાટલામાં ગેસ ભરી વેચાણ થતું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment