Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દરેડમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ ઝડપાયું:સલામતી વિના ઘરેલુ બાટલામાં ગેસ ભરી વેચાણ થતું હતું

    7 hours ago

    જામનગરના દરેડ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઘરેલુ ગેસના બાટલામાં રિફિલિંગ કરી વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું છે. પંચકોશી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી એક શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે દરેડમાં તક્ષશિલા મંદિર પાછળના વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એક શખ્સ જાહેર સ્થળે કોઈપણ સલામતી વ્યવસ્થા કે મંજૂરી વગર મોટા ગેસના બાટલામાંથી નાના બાટલામાં ગેસ ટ્રાન્સફર કરી રહ્યો હતો. આ પ્રવૃત્તિ ગેસ જેવા જ્વલનશીલ પદાર્થ સાથે બેદરકારીભર્યું કામ હોવાથી આસપાસના લોકોના જીવને જોખમ ઊભું થયું હતું. પોલીસે દરોડા દરમિયાન એક ભરેલો મોટો ગેસ સિલિન્ડર, ત્રણ ભરેલા નાના ગેસ બાટલા, ગેસ ટ્રાન્સફર કરવા માટેની નોઝલ, પાઈપ, રેગ્યુલેટર અને ઇલેક્ટ્રોનિક વજન કાંટો સહિત આશરે રૂ. 5,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં આરોપીની ઓળખ ઇન્દ્રજીતસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહીલ (ઉંમર 24, રહે. દરેડ) તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરી તેનું વેચાણ કરતો હતો. આ પ્રકારની પ્રવૃત્તિથી કોઈપણ સમયે આગ કે વિસ્ફોટ જેવી ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે છે. પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આરોપી કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચલાવતો હતો અને તેમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં નશામાં ધૂત ગાડી ચાલક એક્ટિવાને ટક્કર મારી ફરાર:ગાડીમાં રહેલા અન્ય શખસે ધમકી આપી, પોલીસ સ્ટેશનમાં લઈ જતા ટ્રાફિક પોલીસકર્મીને લાફા માર્યાં
    Next Article
    Broke Pakistan Is Burning A Million Dollars on Image Makeover In The US

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment