Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં બે સ્થળે ચોરી અને ફેક આઈડીના બનાવો નોંધાયા:શાહપુરમાં મોડી રાત્રે તિજોરીમાંથી ₹2.60 લાખના દાગીના-રોકડ ગાયબ; નવરંગપુરામાં PGમાં રહેતા યુવકના નામે ફેક સોશિયલ મીડિયા આઈડી બન્યું

    19 hours ago

    વાસણામાં રહેતા અને બેંક ઓફિસર તરીકે નોકરી કરતા જીગીશાબેન પટેલ 30 સપ્ટેમ્બરે સવારે નોકરી પર ગયા હતા. સાંજે પરત આવ્યા ત્યારે મુખ્ય દરવાજાનું લોક તૂટેલું હતું અને સામાન વેરવિખેર પડ્યો હતો. તિજોરીમાં તપાસ કરતા સોનાની બૂટી, વીંટી, જુડા, પેંડલ, સિક્કા અને રોકડ મળી કુલ ₹1,20,000ની ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. આ બનાવ અંગે જીગીશાબેને વાસણા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. શાહપુરમાં ઘરની તિજોરીમાંથી ₹2.60 લાખની ચોરી શાહપુરમાં રહેતા જીરાબેન દાંતણિયાના ઘરમાં 31 ઓક્ટોબરના રોજ રાત્રે ચોરીનો બનાવ બન્યો હતો. રાત્રે આશરે 3:00 વાગ્યે તેમના પતિ જાગ્યા ત્યારે ઘરમાં તિજોરી ખુલ્લી હાલતમાં જોવા મળી હતી. તિજોરીમાં તપાસ કરતા સોનાની ચેન, બૂટી અને રોકડ સહિત ₹2,60,000ની મત્તા ગાયબ હતી. કોઈ જાણભેદુ વ્યક્તિ જ આ ચોરી કરી ગઈ હોવાની શંકા સાથે શાહપુર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. નવરંગપુરામાં યુવકના નામે ફેક સોશિયલ મીડિયા આઈડી નવરંગપુરામાં PGમાં રહીને અભ્યાસ કરતા 19 વર્ષીય યુવકને તેની બહેને ફોન કરીને તેના નામના ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે જાણ કરી હતી. યુવકે તપાસ કરતા તેના ફોટાનો ઉપયોગ કરીને કોઈ અજાણી વ્યક્તિએ ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું હતું, જે થોડા સમયમાં ડિલીટ થઈ ગયું હતું. ત્યારબાદ યુવકના નામે ફેક સ્નેપચેટ આઈડી પણ બનાવવામાં આવ્યું હતું. આ મામલે યુવકે અજાણ્યા શખ્સ સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    મારા કરતા ગોપાલ-પરેશ માટે વધુ તાળીઓ પડી: નીતિન પટેલ:મહેસાણામાં પાટીદાર સંમેલન; નીતિન કાકા કરમાઈ ગયાં, ડેલીએ બાપનું નામ નહીં હોય તો ઠેકાણે પડી જઈશું: ધાનાણી
    Next Article
    શારદાબેન હોસ્પિટલમાં મફત સારવારના બહાને વૃદ્ધા લૂંટાયા:ઠગ મહિલાએ કહ્યું- દાગીના પહેરેલા હશે તો બેંક વાળા ફોર્મ મંજૂર નહીં કરે; ઝેરોક્ષના બહાને ₹10.68 લાખની મત્તા લઈ ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment