Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારા કરતા ગોપાલ-પરેશ માટે વધુ તાળીઓ પડી: નીતિન પટેલ:મહેસાણામાં પાટીદાર સંમેલન; નીતિન કાકા કરમાઈ ગયાં, ડેલીએ બાપનું નામ નહીં હોય તો ઠેકાણે પડી જઈશું: ધાનાણી

    19 hours ago

    મહેસાણા નજીકના નુગર સ્થિત ચૌરાસી વિદ્યા સંકુલમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે સરદાર પટેલ ગ્રુપ (SPG) દ્વારા પાટીદાર મહાસંમેલનનું આયોજન કરાયું હતું. આ મહાસંમેલનમાં ગુજરાતભરમાંથી પાટીદાર સમાજના અગ્રણીઓ, યુવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી, AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે પરેશ ધાનાણી અને ગોપાલ માટે વધુ તાળીઓ પડતા સ્ટેજ પરથી નીતિન પટેલે કહ્યું કે, મારા કરતા આ બન્ને માટે વધુ પાળીઓ પડી, બોલો માટે શું કરવું...તો નીતિન પટેલને સંબોધીને પરેશ ધાનાણીએ કહ્યું કે, નીતિન કાકા કરમાઈ ગયા છે અને અમે બધા નવરા થઈ ગયાં. આ ઉપરાંત ધાનાણીએ સરદાર પટેલના નામ પર ડસ્ટર મારવા અને નામ ભૂસવા પર સમાજને ખાસ ટકોર કરી હતી. છોકરાને ધારાસભ્ય બનવું હોય તો?, એકેય સંસ્થા નથીઃ ગોપાલ ઇટાલિયા સભાને સંબોધતા ગોપાલ ઇટલીયાએ કહ્યું કે, મારે એક ચિંતા વ્યક્ત કરવી છે. અહીં લાલજીભાઈએ એક લાખ છોકરાઓ પરણાવવાનો ટાર્ગેટ રજૂ કર્યો. હવે છોકરા પરણાવવા માટે એક સંસ્થા છે. છોકરાને IAS બનાવવાની એક સંસ્થા છે. છોકરા ભણાવવા માટેની એક આપણે ગણપત યુનિવર્સિટી સંસ્થા છે. છોકરા બીમાર પડે તોય એક સંસ્થા છે. છોકરાઓને જે-જે વસ્તુની જરૂર પડે એ બધી વસ્તુ માટે આપણી પાસે એક-એક સંસ્થા છે, પણ છોકરાને ધારાસભ્ય બનવું હોય તો? એકેય સંસ્થા નથી. 'સરદાર પટેલ નેતા ન હોત તો આટલું યોગદાન ન આપી શક્યા હોત' તો એકાદી સંસ્થા એવી હોય કે એક વ્યવસ્થા એવી હોય કે આપણા સમાજમાં કોઈ છોકરો જેને કુદરતે-ઈશ્વરે નેતૃત્વના ગુણ આપી હોય, લીડરશીપ ક્વોલિટી આપેલી હોય તો સમાજની સંસ્થા એમ કહે કે, જ્યાં છોકરા તને જે મજા આવે એ જગ્યાએથી એ ગામમાંથી એ પાર્ટીમાંથી નેતા બન, સમાજનું ખુલ્લું સમર્થન છે. કેમ કે, સરદાર પટેલ નેતા ન હોત તો આટલું યોગદાનય ન આપી શક્યા હોત. 'ઘણા યુવાનો છે જે રાજનીતિમાં જાય તો ચપટી વગાડતા પ્રશ્નો ઉકલી જાય' નેતા હતા, ચૂંટાયેલા માણસ હતા, ગૃહમંત્રી હતા. ગૃહમંત્રી બિનરાજકીય તો હોય નહીં, એ તો રાજકીય માણસ જ ગૃહમંત્રી બની શકે. સરદાર પટેલને ઈશ્વરે નેતૃત્વના ગુણ આપ્યા તો એ પાર્ટીમાં ગયા, નેતા બન્યા અને સમાજ આખાને આગળ લઈ જવાનું કામ કર્યું. લાલજીભાઈ ઘણા પ્રયત્નો કરે છે અને એટલે હું લાલજીભાઈનો, એસપીજી સંગઠનનો આભાર માનું છું. પરેશ ધાનાણીએ નીતિન કાકાને કહ્યું-કાકા જેવા કાકા નવરા થઈ જાય પરેશ ધાનાણીએ સ્પીસની શરૂઆતમાં કહ્યું કે, આ જુઓ ને નીતિન કાકાએ કરમાઈ ગયા છે અને અમે બધા હવે નવરા થઈ ગયા છે. આ રાજકીય મંચ નથી, સમાજનો દીકરો છું અને મારા સમાજના મોભી છે. સરદાર સાદગીનો પર્યાય હતા, સરદાર એટલે સ્વાવલંબી, સરદાર એટલે શિસ્તના સિપાહી હતા. આ નીતિન કાકા એવા છે હો, ડોળા બહુ કાઢે. આડું-અવળું નો ચાલે. 'કાંડાની તાકાતે લડે એવી પેઢી પેદા કરવી પડશે' સરદાર એટલે શિસ્ત, સરદાર એટલે શ્રમ. લાલજીભાઈ મારો ખૂબ જૂનો ભાઈબંધ છે અને કાકા અમે વિરોધ પક્ષે પેદા થયા, એટલે મને આંદોલન કરનારા બધાય ગમે. એમાં લાલજીભાઈ આવી ગયો અને અમારો ભાઈ ગોપાલ આવી ગયો. તમારી સામે જીભ ઝીલવી હોય તો સમાજમાં કાંડાની તાકાતે લડે એવી પેઢી પેદા કરવી પડશે, એમાં હું પેદા થયો, હવે નવરો થયો. નીતિન કાકા વિધાનસભા ગૃહની અંદર મને જાહેરમાં કહેતા એમાંથી અમે ઘણું બધું શીખ્યા છીએ, ગુરુ છે. 'સાંજ પડે ને પછી કેશુબાપાનો મને ફોન આવે કે...' પાટીદાર આંદોલનને યાદ કરતા ધાનાણીએ કહ્યું કે, હું સાક્ષી છું. આજ મહેસાણા છે, આંદોલનની ભૂમિ, જય સરદાર ને જય પાટીદાર. અહીં બેઠેલા બધાએ અમને ટોપિયું પહેરાવીને તમને ટોપિયું ફેરવાવીને જાજી ભાતનું કર્યું. વિધાનસભામાં પહેલીવાર ચૂંટાણો, કાઠિયાવાડનો માણસ ભાષા આકરી, શબ્દોમાં તેજ, વિધાનસભામાં બગડાટી બોલાવું. સાંજ પડે ને પછી કેશુબાપાનો મને ફોન આવે કે, દીકરા તું બોલ્યો બહુ સારું, પણ તે આ શબ્દની જગ્યાએ આ શબ્દનો પ્રયોગ કર્યો હોત તો? એમ આજે આપણે સૌએ વિચારવાની જરૂર છે. 'અત્યારે સાચુ બોલવામાં પણ મોઢું છુપાવે છે' વધુમાં ધાનાણીએ ટોણો મારતા કહ્યું કે, સરદાર કોઈના મોઢામાં સમાતા નહીં અને આજ સરદારના વારસો, જય સરદારના નારા લગાડીએ અને ક્યાંક સાચું બોલવાનું આવે તો મોઢું છુપાવે. નીતિન કાકા, માફ કરજો. ઉમા ખોડલના વારસો છીએ. ક્યાંક ઘરના દરવાજે લખ્યું હશે ખોડલ કૃપા, ક્યાંક ઘરના દરવાજે લખ્યું હશે ઉમા કૃપા, ક્યાંક ઘરના દરવાજે માતા-પિતાનું નામ લખ્યું હશે. આપણા માતાના નામ અને પિતાના નામ એ ઘરના દરવાજે લખવા પાછળ બાપ મકાન બનાવવામાં વડવાઓને કેટલો પરિશ્રમ વેઠવો પડ્યો, એ વિચારજો. 'સરદારના નામ ઉપર ક્યાંક ડસ્ટર લગાડવાનું કામ' બાપ-દાદાઓ આપણને આ સરદાર જેવું નામ દઈને ગયા. સરદારે આપણા સૌના સ્વાભિમાનનું પ્રતીક છે અને સરદારના નામ ઉપર ક્યાંય કોઈ ડસ્ટર લગાડવાનું, નામને ભૂસવાનું કામ કરે ને, એ ટેસ્ટર અડાડ્યું છે. મારે વિનંતી કરવી છે, વિનંતી કરવી છે આ સમાજના મંચ ઉપરથી કે, અહીંયા આવેલા બધાય રાજકીય આચળો ઘરે મૂકીને આવ્યા છીએ, સમાજનો અંશ છીએ. સમાજના ગૌરવ તરીકે એસ.પી.જી.ના મંચ ઉપરથી એક વિનંતી કરવી છે કે, આપણા બાપનું નામ યાદ રાખજો અને એની ચિંતા કરજો.
    Click here to Read More
    Previous Article
    રાહુલની પોસ્ટ-દિલ્હી તૈયાર થઈ જાઓ, રામલીલા મેદાનમાં મળીએ:થોડીવારમાં વિપક્ષની માર્ચ શરૂ થશે, ખડગેના ઘરે અખિલેશ, પ્રિયંકા ગાંધી પહોંચ્યાં
    Next Article
    અમદાવાદમાં બે સ્થળે ચોરી અને ફેક આઈડીના બનાવો નોંધાયા:શાહપુરમાં મોડી રાત્રે તિજોરીમાંથી ₹2.60 લાખના દાગીના-રોકડ ગાયબ; નવરંગપુરામાં PGમાં રહેતા યુવકના નામે ફેક સોશિયલ મીડિયા આઈડી બન્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment