Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલની પોસ્ટ-દિલ્હી તૈયાર થઈ જાઓ, રામલીલા મેદાનમાં મળીએ:થોડીવારમાં વિપક્ષની માર્ચ શરૂ થશે, ખડગેના ઘરે અખિલેશ, પ્રિયંકા ગાંધી પહોંચ્યાં

    23 hours ago

    SIRના વિરોધમાં INDIA બ્લોકની રેલી માટે રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં લોકો પહોંચવા લાગ્યા છે. તેમાં 20થી વધુ વિપક્ષી પાર્ટીઓ સામેલ થશે. મલ્લિકાર્જુન ખડગેના ઘરે પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ સહિત અનેક નેતાઓ પહોંચી ચૂક્યા છે. થોડીવારમાં મિન્ટો રોડથી માર્ચ શરૂ થશે. કોંગ્રેસે 10 લાખ લોકો ભેગા થવાનો દાવો કર્યો છે. રાહુલે પોસ્ટ કર્યું- દિલ્હી, તૈયાર થઈ જાઓ. વોટ બચાવો, દેશ બચાવો. કનોટ પ્લેસ આવો, સાથે ચાલીએ. અથવા સીધા રામલીલા મેદાનમાં મળીએ. પરંતુ, આવવાનું જરુર છે. આ દરમિયાન, કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દિપકેએ કહ્યું છે કે અમે વોટ ચોરી વિરુદ્ધ ઊભા રહેલા સંગઠનોનું સમર્થન કરીએ છીએ, પરંતુ અમારું સંગઠન બિનરાજકીય છે અને અમે સત્તાવાર રીતે તેમાં જોડાતા નથી. કન્ફેડરેશન ઑફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)એ રાહુલ ગાંધીને ચોથી વખત પત્ર લખીને રામલીલા મેદાનમાં INDIA બ્લોકની રેલીને કારણે દિલ્હી વેપાર અને ટ્રાન્સપોર્ટ પર પડનારી અસર અંગે ચિંતા વ્યક્ત કરી છે. રેલીમાં SIRનો વિરોધ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરવામાં આવશે. છેલ્લા 25 દિવસમાં વિપક્ષી પક્ષો આ મુદ્દે સાતમી વખત એકજૂટ થયા છે. આ પહેલાં 6થી 13 ઑક્ટોબર વચ્ચે છ વખત પ્રદર્શન થયા હતા. ગુજરાતથી કોંગ્રેસનાં 3000 નેતા-કાર્યકર્તાની દિલ્હી કૂચ:SIR સામે રામલીલા મેદાનમાં યોજાનાર પ્રદર્શનમાં રાહુલ ગાંધી સાથે જોડાશે, જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ દિલ્હી પોલીસ એલર્ટ મોડમાં, 4 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત આ દરમિયાન, દિલ્હી પોલીસ એલર્ટ મોડમાં છે. દિલ્હીમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. માર્ચના માર્ગ અને કાર્યક્રમ સ્થળ પર 4 હજારથી વધુ પોલીસકર્મીઓ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)ની ટુકડીઓ તૈનાત રહેશે. સમગ્ર વિસ્તારમાં 200થી 250 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. બીજી તરફ, રામલીલા મેદાનને 14 સુરક્ષા ઝોનમાં વહેંચવામાં આવ્યું છે, જેમાંથી દરેક ઝોનની દેખરેખ આસિસ્ટન્ટ કમિશનર રેન્કના અધિકારીઓ કરશે. રાહુલ ગાંધીએ કહ્યું કે તહેવારોની મોસમ છે. દિવાળી, છઠ, ભાઈબીજનો સમય છે. હું ઈચ્છું છું કે બહારથી દિલ્હીમાં આવી રહેલા લાખો લોકો અહીંના વેપારીઓની મદદ કરે. રાહુલે કહ્યું, 'વિરોધપ્રદર્શન, માર્ચ, રેલી કરો, સાથે થોડી ખરીદી પણ કરો. વેપારીઓને ફાયદો થાય.'
    Click here to Read More
    Previous Article
    Mr. Beast પાસેથી 94 લાખ જીત્યા, પછી હાર્દિકે દિલ જીત્યું:શોમાં જીતેલી આખી રકમ જરૂરિયાતમંદ બાળકોને દાન કરી; પંડ્યાએ પૂરી કરેલી ચેલેન્જનો VIDEO
    Next Article
    મારા કરતા ગોપાલ-પરેશ માટે વધુ તાળીઓ પડી: નીતિન પટેલ:મહેસાણામાં પાટીદાર સંમેલન; નીતિન કાકા કરમાઈ ગયાં, ડેલીએ બાપનું નામ નહીં હોય તો ઠેકાણે પડી જઈશું: ધાનાણી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment