Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શારદાબેન હોસ્પિટલમાં મફત સારવારના બહાને વૃદ્ધા લૂંટાયા:ઠગ મહિલાએ કહ્યું- દાગીના પહેરેલા હશે તો બેંક વાળા ફોર્મ મંજૂર નહીં કરે; ઝેરોક્ષના બહાને ₹10.68 લાખની મત્તા લઈ ફરાર

    20 hours ago

    અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં કાનની સારવાર કરાવવા ગયેલા એક વૃદ્ધાને મફત સારવાર યોજનાના બહાને ₹10,68,000ની મત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. હોસ્પિટલ બહાર મળેલી એક ઠગ મહિલાએ પ્રધાનમંત્રી મફત સારવાર યોજનાનો લાભ અપાવવાની લાલચ આપીને ફોર્મ ભરાવ્યું હતું. ત્યારબાદ વૃદ્ધા પાસેથી સોનાના દાગીના અને રોકડ સહિત ₹10,68,000ની મત્તા પડાવી મહિલા ફરાર થઈ ગઈ હતી. આ મામલે વૃદ્ધાએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોતે સરકારી કર્મચારી હોવાની ઓળખ આપી લાલચ આપી ખોખરા વિસ્તારમાં રહેતા 60 વર્ષીય સરોજબેન જૈન 7 ઓક્ટોબરે શારદાબેન હોસ્પિટલ ખાતે કાનની સારવાર કરાવવા માટે ગયા હતા. હોસ્પિટલમાં દવા લઈને તેઓ નીચે ઉતરી રહ્યા હતા ત્યારે એક યુવતીએ મળીને પોતે સરકારી કર્મચારી હોવાની ઓળખ આપી હતી. તેણે સીનિયર સિટીઝન તરીકે પ્રધાનમંત્રી મફત સારવાર યોજનાનું ફોર્મ ભરી આપવાની અને ₹15,000 એડવાન્સ અપાવવાની વાત કરી હતી. એટીએમ અને અડાલજ બેંક પાસે લઈ ગઈ ત્યારબાદ ઠગ યુવતી એટીએમમાંથી પૈસા ઉપાડવાનું કહીને વૃદ્ધાને અલગ અલગ એટીએમ ખાતે લઈ ગઈ હતી. બાદમાં રિક્ષામાં બેસાડીને અડાલજ ગામ સ્થિત યુનિયન બેંક પાસે લઈ ગઈ હતી, જ્યાં વૃદ્ધાને ₹10,000 આપ્યા હતા. યુવતીએ કહ્યું કે બેંકમાં ફોર્મ ભરવું પડશે પરંતુ દાગીના પહેરેલા હશે તો બેંક વાળા ફોર્મ મંજૂર નહીં કરે, તેથી દાગીના કઢાવીને પર્સમાં મૂકી દેવા જણાવ્યું હતું. ઝેરોક્ષ કઢાવવાના બહાને દાગીના લઈ ફરાર થઈ સરોજબેને દાગીના પર્સમાં મૂકીને તે પર્સ યુવતીને આપ્યું હતું. બાદમાં ઝેરોક્ષ કઢાવવાના બહાને યુવતી ₹10.68 લાખના દાગીના તથા રોકડ ભરેલું પર્સ લઈને ફરાર થઈ ગઈ હતી. વૃદ્ધાએ આસપાસ તપાસ કરવા છતાં યુવતી મળી આવી નહોતી. પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થતાં વૃદ્ધાએ અજાણી મહિલા ઠગ સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં બે સ્થળે ચોરી અને ફેક આઈડીના બનાવો નોંધાયા:શાહપુરમાં મોડી રાત્રે તિજોરીમાંથી ₹2.60 લાખના દાગીના-રોકડ ગાયબ; નવરંગપુરામાં PGમાં રહેતા યુવકના નામે ફેક સોશિયલ મીડિયા આઈડી બન્યું
    Next Article
    દિવાળી-છઠ્ઠ પૂજા પર વતન જતા લોકોથી ઉધના સ્ટેશને કીડિયારું ઊભરાયું:રાત્રે હોલ્ડિંગ એરિયા હાઉસફુલ, સવારે 6 ટ્રેન મારફતે 25 હજાર મુસાફરો રવાના થતાં રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment