Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિરઝાપુર-ખાનપુરના 6 વિસ્તારોમાં સવારના સમયે પાણીનું પ્રેશર ગાયબ:જમાલપુર વોર્ડમાં 25 દિવસથી પાણીના વલખાં, ટેન્કરનું પાણી લેવા લોકો મજબૂર

    10 hours ago

    અમદાવાદ જેવા આધુનિક અને ઝડપથી વિકસતા શહેરમાં એક તરફ વિકાસના મોટા દાવા થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ જમાલપુર વોર્ડના મિરઝાપુર અને ખાનપુર વિસ્તારમાં રહીશોને છેલ્લા 25 દિવસથી પીવાના પાણી માટે વલખાં મારવાની નોબત આવી છે. સવારના સમયે નળમાં પાણી આવતું જ નથી અથવા તો અત્યંત ઓછા પ્રેશરથી અનિયમિત સમયે પાણી મળતું હોવાથી હજારો રહીશો પરેશાન છે. પાણી જેવી પાયાની સુવિધા માટે પણ હવે કેટલાક પરિવારોને ખાનગી ટેન્કરનું પાણી લેવાની ફરજ પડી રહી છે. શહેરના જમાલપુર વોર્ડમાં આવતા શાહપુર તેમજ મિરઝાપુર વિસ્તારના ભરડીયાવાસ, ભિસ્તીવાડ, સૈયદવાડા, કલ્યાણીવાડ, ભીલવાસ અને ગોલવાડ જેવા વિસ્તારમાં પાણી પુરવઠો સૌથી વધુ અસરગ્રસ્ત છે. ખાસ કરીને સવારના મુખ્ય પાણી વિતરણના સમયે જ પાણી ન મળતાં નોકરી-ધંધે જતા લોકો અને ગૃહિણીઓને રોજિંદા કામમાં મુશ્કેલી પડી રહી છે. છેલ્લા 25 દિવસથી વધુ સમયથી આ પરસ્થિતિમાં લોકો પરેશાન થઈ રહ્યા છે. જમાલપુર વોર્ડ નં. 29નાં મ્યુનિસિપલ કાઉન્સિલર સાનીયા નૌમાન પઠાણે આ અંગે મધ્યઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી છે. સ્થાનિક સ્તરે પ્રાથમિક તપાસ દરમિયાન મુખ્ય ફીડર પાઇપલાઇનમાં ભંગાણ, ક્લોગિંગ અથવા વાલ્વ ઓપરેશનમાં ખામી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે પાણીની ટાંકીઓ સુધી પૂરતા પ્રમાણમાં પાણી પહોંચી રહ્યું ન હોવાની શક્યતા છે. પાણીની અનિયમિતતા વચ્ચે દૂષિત પાણી આવવાની પણ આશંકા હોવાથી સ્થાનિકોમાં આરોગ્યને લઈને ચિંતા છે. બીજી તરફ રોજિંદા વપરાશ માટે ટેન્કર કે ખાનગી પાણી ખરીદવાથી મધ્યમ અને ગરીબ પરિવારો પર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે. કાઉન્સિલરે વોટર સપ્લાય વિભાગના અધિકારીઓ અને ટેકનિકલ ટીમને તાત્કાલિક સ્થળ તપાસ કરાવી પાઇપલાઇન તથા વાલ્વની ખામી દૂર કરી આગામી દિવસમાં નિયમિત અને પૂરતા પ્રેશરથી પાણી પુરવઠો પૂર્વવત કરવાની લોકોએ માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:આતંકવાદીઓ, વોન્ટેડને સરળતાથી પકડવા મેટ્રોના તમામ સીસીટીવી 11 સેન્ટ્રલ એજન્સી સાથે જોડાશે
    Next Article
    How America Became the Most Powerful Country

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment