Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગરાંભડી ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:ઘાસના ઢગલા નીચેથી ₹2.60 લાખની 1,439 બોટલો જપ્ત કરાઈ;એક આરોપી પકડાયો

    8 hours ago

    સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગરાંભડી ગામની સીમમાંથી ₹2,60,382 ની કુલ કિંમતનો ગેરકાયદેસર વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. વાડીના સેઢા પાસે ઘાસના ઢગલા નીચે ચાલાકીપૂર્વક સંતાડેલી વિદેશી દારૂની કુલ 1,439 બોટલો પોલીસે દરોડા દરમિયાન શોધી કાઢી હતી. આ સફળ કાર્યવાહી દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી એક આરોપીને મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લીધો હતો. પોલીસ વડાની સૂચનાથી દરોડો રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની ખાસ સૂચના બાદ આ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. દારૂની આ ગેરકાયદે હેરફેર અંગે હેડ કોન્સ્ટેબલ અમરકુમાર ગઢવીને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તુરંત આયોજનબદ્ધ રીતે સ્થળ પર દરોડો પાડીને સફળતા મેળવી હતી. ધજાળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો આ દરોડાના કેસમાં પ્રતાપભાઈ કાઠી દરબાર નામના આરોપીની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ આરોપી ગરાંભડી, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે ધજાળા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. LCB ટીમની સફળ કામગીરી આ સફળ કામગીરીમાં LCB PI બી.એચ.શીંગરખીયા, PSI આર.જે.ગોહિલ, PSI એન.એ.રાયમા અને સ્ટાફના ASI અમરકુમાર ગઢવી સહિતના પોલીસ અધિકારીઓ જોડાયા હતા. સમગ્ર ટીમે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડીને દારૂનો મોટો જથ્થો સીઝ કર્યો હતો. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા આગામી સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    કાંકરિયા લેકફ્રન્ટ પર 24મીએ ગરબાનું આયોજન:દિવ્યાંગો પણ જોડાઈ શકશે, 10 હજાર લોકો ઉમટવાની શક્યતા
    Next Article
    બોટાદમાં પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માનું ગ્રીન સન્માન:પરંપરાગત ભેટને બદલે 'સ્નેક પ્લાન્ટ' આપી પર્યાવરણ જાગૃતિનો સંદેશ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment