Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાંકરિયા લેકફ્રન્ટ પર 24મીએ ગરબાનું આયોજન:દિવ્યાંગો પણ જોડાઈ શકશે, 10 હજાર લોકો ઉમટવાની શક્યતા

    7 hours ago

    શહેરના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 24 ઓક્ટોબરના રોજ ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે 7.30થી 12 વાગ્યા સુધી ગરબાનું આયોજન કરાયું છે. કાર્યક્રમ માટે કાંકરિયા લેકફ્રન્ટના ગેટ નંબર-1થી 3ની વચ્ચેના ભાગમાં ગરબા યોજાશે. આ કાર્યક્રમ પાછળ અંદાજે રૂપિયા 20થી 25 લાખનો ખર્ચ થવાનો અંદાજ છે. અંદાજિત 10 હજાર લોકો જોડાય તેવી શક્યતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા લેકફ્રન્ટ ખાતે દર વર્ષે કાંકરિયા કાર્નિવલ ઉપરાંત જયા પાર્વતી વ્રત, ગૌરી વ્રત સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે બાદ 24 ઓક્ટોબરના રોજ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં પ્રિયંકા બાસુ, શાન બાટુંગે અને તેમનું ઓર્કેસ્ટ્રા સહિતના કલાકારો ઉપસ્થિત રહી રજૂઆત કરશે. 1000 દિવ્યાંગો પણ ગરબા રમી શકશે ગરબાના કાર્યક્રમ માટે ગેટ નંબર-1 પાસે સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. દિવ્યાંગો પણ આ ગરબામાં જોડાઈ શકે છે. અંદાજે 1000થી વધુ દિવ્યાંગ ગરબા કરી શકે છે. લોકોને માત્ર એક નિર્ધારિત જગ્યાએ જ ગરબા રમવા પૂરતા મર્યાદિત રાખવાને બદલે લેકફ્રન્ટ ખાતે વિવિધ જગ્યાએ ગરબા રમવાની વ્યવસ્થા કરવામાં આવશે. કાર્યક્રમમાં અંદાજે 10 હજાર લોકો આવે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Heatwave In India: गर्मी से लोग परेशान, कहीं बाहर घूमने का प्लान तो नहीं बना रहे आप? | Social List
    Next Article
    ગરાંભડી ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:ઘાસના ઢગલા નીચેથી ₹2.60 લાખની 1,439 બોટલો જપ્ત કરાઈ;એક આરોપી પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment