Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માનું ગ્રીન સન્માન:પરંપરાગત ભેટને બદલે 'સ્નેક પ્લાન્ટ' આપી પર્યાવરણ જાગૃતિનો સંદેશ અપાયો

    9 hours ago

    બોટાદ જિલ્લાને સ્વચ્છ, હરિયાળું અને સુરક્ષિત બનાવવાના સંકલ્પ સાથે જિલ્લાના અગ્રણીઓએ પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં પરંપરાગત ભેટને બદલે પર્યાવરણ રક્ષણનો સંદેશ આપતો 'સ્નેક પ્લાન્ટ' આપીને તેમનું સન્માન કરાયું. મુલાકાત દરમિયાન 'ગ્રીન બોટાદ' અભિયાન પર સકારાત્મક ચર્ચા થઈ. પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ લાવવા, મોટા પાયે વૃક્ષારોપણ કરવા અને સામાજિક સહયોગથી જિલ્લાને સ્વસ્થ અને સુરક્ષિત બનાવવાના પ્રયાસો અંગે વિચારોની આપ-લે થઈ. પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ આ પહેલને આવકારી અને વહીવટી સ્તરે પૂરો સહયોગ આપવાની તૈયારી બતાવી. આ પ્રસંગે જિલ્લા ભાજપ અગ્રણી મયુરધ્વજસિંહ ભાટી, રઘુવીર ટ્રાવેલ્સના હકુભાઈ ખાયર અને પત્રકાર કનુભાઈ ખાયર હાજર રહ્યા હતા. પર્યાવરણ સંરક્ષણનો આ સંદેશ જિલ્લામાં વખણાઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગરાંભડી ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:ઘાસના ઢગલા નીચેથી ₹2.60 લાખની 1,439 બોટલો જપ્ત કરાઈ;એક આરોપી પકડાયો
    Next Article
    20 ઓક્ટોબરનું અંકફળ:અંક 8 અને 9ના જાતકોના કારોબારમાં વૃદ્ધિ થશે, અંક 7ના લોકોના વૈવાહિક જીવનમાં તણાવ આવી શકે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment