Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોરાવરનગર પોલીસે ₹2.59 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો:રતનપર બાયપાસ નજીક અવાવરુ જગ્યાએથી દારૂનો જથ્થો મળ્યો

    2 days ago

    જોરાવરનગર પોલીસે રતનપર બાયપાસ રોડ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. હોટલ રાજગોર પાછળની અવાવરુ જગ્યામાંથી કુલ ₹2,59,460ની કિંમતનો દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જોકે, દારૂ વેચાણ કરનાર આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસને બાતમી મળી હતી કે, રતનપરના ખાણ વિસ્તારમાં રહેતો રોહીત ઉર્ફે ઘોઘો જીલુભાઈ કુરીયા રતનપર બાયપાસ રોડ પર આવેલી હોટલ રાજગોર પાછળ અવાવરુ જગ્યામાં વિદેશી દારૂ સંતાડીને તેનું વેચાણ કરતો હતો. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, આરોપી રોહીત કુરીયા સ્થળ પર હાજર મળ્યો ન હતો. પોલીસે મીણીયાથી ઢાંકેલો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો, જેમાં 84 બોટલો, 335 ચપલા અને 168 બીયરના ટીનનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત ₹2,59,460 આંકવામાં આવી છે. જોરાવરનગર પોલીસે આરોપી રોહીત કુરીયા વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ પરમાર ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    PSIએ વાહન ચાલકને લાફો ઝીંકી દીધો:વડોદરામાં ગાડી ડિટેઇની વાત કરતાં મામલો ગરમાયો ને ઉગ્ર બોલાચાલી થઈ, ચાલકે કહ્યું- 'મને 5 લાફા માર્યા'
    Next Article
    "પાણી નહીં મળે તો અમે રાજીનામું આપી દેશું":​માંગરોળમાં પાણીની વિકરાળ અછત: રોષે ભરાયેલી જનતાએ સભ્યોના ઘરો ઘેર્યા, 'પાણી આપો નહિતર રાજીનામું લો'ની ચીમકીથી રાજકારણ ગરમાયું,ભાજપ ના જ સદસ્યોએ રાજીનામાની ઉચ્ચારી ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment