Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત PSI મિસફાયરિંગ કેસ, ભોગ બનનારનો મેડિકલ ખર્ચ પોલીસ ભોગવશે:ગોળી હાર્ટની નીચેથી આરપાર થતા નાના આંતરડાનો ક્ષતિગ્રસ્ત ભાગ સર્જરી કરી કાઢ્યો

    1 day ago

    સુરતમાં નાના વરાછા પોલીસ ચોકીમાં સર્વિસ રિવોલ્વર સાફ કરતી વખતે પીએસઆઈ મકવાણાના હાથે થયેલા મિસ ફાયરિંગમાં ગંભીર રીતે ઘવાયેલા 45 વર્ષીય લારીચાલક અરવિંદ પટેલની હાલત હવે સ્થિર છે. આ કેસમાં કાપોદ્રા પોલીસે માનવતા દાખવી ભોગ બનનાર લારીચાલકની સારવારનો તમામ હોસ્પિટલ ખર્ચ ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. સાથે જ બેદરકારી દાખવનાર પીએસઆઈ સામે ગુનો પણ દાખલ કર્યો છે. રાતોરાત સર્જરી કરી ક્ષતિગ્રસ્ત આંતરડું દૂર કરાયું ઘટના બાદ તરત જ અરવિંદભાઈને ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. ગોળી હાર્ટની નીચેથી પસાર થઈ પેટ વિંધીને નીકળી જતાં નાના આંતરડાને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. તબીબોએ રાત્રે 11:30થી 12:00 વાગ્યા દરમિયાન તાત્કાલિક જટિલ સર્જરી હાથ ધરી નાના આંતરડાનો ડેમેજ થયેલો ભાગ કાપીને સફળતાપૂર્વક અલગ કર્યો હતો. સદનસીબે ગોળીથી કિડની કે શરીરની મુખ્ય નસોને કોઈ નુકસાન પહોંચ્યું ન હોવાથી દર્દી ખતરાની બહાર છે. પોલીસ તમામ તબીબી ખર્ચ ભોગવશે કાપોદ્રા પીઆઈ એમ. આર. સોલંકીએ જણાવ્યું કે, અરવિંદભાઈ પટેલની હોસ્પિટલનો તમામ તબીબી ખર્ચ કાપોદ્રા પોલીસ વિભાગ દ્વારા ઉઠાવવામાં આવશે. આ ઉપરાંત, ભવિષ્યમાં પણ તેમને સારવાર કે અન્ય કોઈ બાબતે સહાયની જરૂર પડશે તો પોલીસ વિભાગ પૂર્ણ સહયોગ આપશે. આ પણ વાંચો... પોલીસ-ચોકીમાં PSIની રિવોલ્વરમાંથી ગોળી છૂટી, 130 ફૂટ દૂર યુવક વીંધાયો લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા ઈજાગ્રસ્ત અરવિંદભાઈ પટેલ મૂળ કામરેજના વતની છે અને આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવે છે. તેઓ નાના વરાછા ઢાળ પાસે હોઝિયરીની લારી લગાવીને પત્ની સાથે પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પરિણીત દીકરી પણ રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે ટેકો આપી રહી છે. અચાનક બનેલી આ ઘટનાથી પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો, પરંતુ પોલીસ દ્વારા સારવારની જવાબદારી સ્વીકારાતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.
    Click here to Read More
    Previous Article
    ગદોસણ ખાતે દેવીપૂજક સમાજ દ્વારા ફોટો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ:શોભાયાત્રા અને રાત્રિ રેગડી સાથે મહોત્સવની પૂર્ણાહુતિ, ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા
    Next Article
    પાટણમાં 55 સિનિયર સિટીઝન્સ માટે ધાર્મિક યાત્રા:લાયન્સ ક્લબ દ્વારા પાંચ મહાદેવ અને અંબાજીના દર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment