Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રીનો પ્રારંભ: હિંમતનગર અને ખેડબ્રહ્મામાં ઘટસ્થાપન કરાયું:ખાડિયામાં સળંગ 55માં વર્ષે મૂર્તિ સ્થાપન, નાના અંબાજીમાં દૂધનો અભિષેક કરાયો

    6 hours ago

    આસો સુદ એકમથી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં નવરાત્રી મહોત્સવ શરૂ થયો છે. હિંમતનગરમાં પણ નવરાત્રીના પહેલા દિવસે માતાજીની પૂજા સાથે વિવિધ મંદિરો અને ગરબી મંડળોમાં ઘટસ્થાપન કરાયું હતું. શહેરના ખાડિયા વિસ્તારમાં જાગૃતિ યુવક મંડળ દ્વારા સતત 55માં વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન થયું છે. મહાવીરનગરના શંકરનગર ખાતે યુવક મંડળના બીપીનભાઈ પટેલના ઘરેથી હર્ષભાઈ ગાંધી અને ભક્તો માતાજીની મૂર્તિને ખાડિયા નવરાત્રી ચોકમાં લાવ્યા હતા. ત્યાં ફટાકડા ફોડી સ્વાગત કરાયું હતું. હર્ષભાઈ ગાંધીના હસ્તે પૂજન અર્ચન બાદ 21 ભક્તોએ મંત્રોચ્ચાર સાથે ચોખાથી માંડવીનું સ્થાપન કર્યું હતું. ત્યારબાદ માતાજીની આરતી કરવામાં આવી. આજથી રાત્રે આરતી અને ગરબા યોજાશે. બીજી તરફ, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા એટલે કે નાના અંબાજીમાં અંબિકા માતાજીના મંદિરે ઘટસ્થાપન થયું. ભાદરવી પૂનમના મેળા બાદ પ્રક્ષાલન વિધિ કરાઈ હતી. રવિવારે શુભ મુહૂર્તમાં ટ્રસ્ટના પ્રમુખ જયદીપસિંહ રાઠોડના હસ્તે પૂજન અર્ચન અને દૂધના અભિષેક સાથે ઘટસ્થાપન કરાયું. ત્યારબાદ આરતી કરવામાં આવી. રાત્રે મંદિર પરિસરમાં ગરબા યોજાશે.
    Click here to Read More
    Previous Article
    Stopped at every turn: How Delhi Police kept protesters away from Jantar Mantar
    Next Article
    વલસાડમાં પોલીસે સાઇબર ફ્રોડ, ટ્રાફિક નિયમો પર જાગૃતિ ફેલાવી:સરદાર હાઇટ્સમાં નાગરિકોને છેતરપિંડીથી બચવા અને નિયમો પાળવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment