Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નગરા ગામે વરલી મટકાનો જુગાર ઝડપાયો, બે ઝડપાયા:₹25,520નો મુદ્દામાલ જપ્ત, પાંચ શખ્સો વોન્ટેડ જાહેર

    3 days ago

    સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ વઢવાણ તાલુકાના નગરા ગામની સીમમાં ચાલતા વરલી મટકાના જુગાર પર દરોડો પાડી બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ ₹25,520 નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ LCB ને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન નગરા ગામના મનસુખભાઈ ચીકાભાઈ ચીહલા અને ગુજરવદીના ચેતનભાઈ ગોવિંદભાઈ મોરીને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લેવાયા હતા. તેમની પાસેથી ₹10,520 રોકડા, બે મોબાઈલ ફોન, જુગાર સંબંધિત વોટ્સએપ સ્ક્રીનશોટ અને આંકડાની પ્રિન્ટ મળી આવી હતી. આ કેસમાં અન્ય પાંચ શખ્સોને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેઓ દરોડા દરમિયાન સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે તેમની શોધખોળ ચાલુ રાખી છે. આ સમગ્ર કાર્યવાહી LCB ના પીઆઈ બી.એચ. શીંગરખીયાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફોલો સ્કવોડના પીએસઆઈ એન.એ. રાયમા અને તેમની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ખેડૂતોના સમર્થનમાં નારી શક્તિ ઉમટી, ડ્રોન VIDEO:દીકરીઓએ નાટક રજૂ કરી ખેડૂતોની લાચારી અને કંપનીની તાનાશાહી બતાવી, આમરણાંત ઉપવાસમાં જનમેદની ઉમટી
    Next Article
    લોકોમાં ભારે રોષ:વિરાટનગરમાં બે માસથી પાણીમાં ગટરના પાણી મિક્સ, રહિશોના આરોગ્યને અસર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment