Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકોમાં ભારે રોષ:વિરાટનગરમાં બે માસથી પાણીમાં ગટરના પાણી મિક્સ, રહિશોના આરોગ્યને અસર

    4 days ago

    શહેરના વિરાટનગરના હનુમાન નગરમાં વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી પીવાના પાણીમાં ગટરના પાણી મિક્સ થવાની ફરિયાદો ઊઠી છે. જેના લીધે પ્રદૂષિત પાણી આવતા હોવાથી લોકો ઝાડા-ઉલ્ટીના કેસોમાં વધારો થયો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. આ મામલે સ્થાનિકો દ્વારા મ્યુનિ કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં કોઈ ઉકેલ આવતો ન હોવાથી લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આ અંગે સ્થાનિક અગ્રણી રણજીતસિંહ બારડે જણાવ્યું હતું કે, હનુમાન નગરમાં રહેતા 500 થી વધુ નાગરિકો બે મહિનાથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. પીવાના પાણીમાં ગટરના ગંદા પાણી મિકસ થઈ રહ્યા છે. જેના લીધે ઘરે ઘરે ઝાડા-ઉલ્ટીના કેસો જોવા મળી રહ્યા છે. ત્યારે વર્ષો જૂની ગટર અને પાણીની લાઈનો બદલવાની જરૂર છે. તેમ છતાં તંત્ર ફકત થીંગડા મારવા જેવી કામગીરી કરીને સંતોષ માની લે છે. જ્યારે સ્થાનિક આકાશે જણાવ્યું હતું કે, ગટર અને પાણીની સમસ્યા અંગે ચૂંટાયેલા પ્રજાના પ્રતિનીધીઓને ફરિયાદ કરીએ તો સફાઈ કામદારોને મોકલે છે. તેઓ સળિયા મારીને જતાં રહે છે પરંતુ સમસ્યા ઉકેલાતી નથી. ફરીથી રજૂઆત કરીએ તો હેલ્પલાઈન નંબર પર ફરિયાદ કરવાનું કહે છે. નવેસરથી લાઈનો નાખવી જોઈએ ઘણાં સમયથી ગટરો ઉભરાઈ રહી છે, તેમજ પીવાના પાણી પણ ગંદા આવી રહ્યા છે, આ પાણી પીવાના કારણે ઝાડા-ઉલટીના કેસો આવે છે. ગટર અને પાણીની લાઈનો નવેસરથી નાંખવા માટે મ્યુનિ. તંત્રે કામગીરી કરવી જોઈએ. • જ્યોત્સનાબેન, સ્થાનિક દિકરો બિમાર થતાં શાળાએ જતો નથી વિસ્તારમાં ઘણા સમયથી ગટરો ઉભરાતા ગંદા પાણી આવી રહ્યા છે. આ ગંદા પાણીના કારણે મારા છોકરાને ઝાડા-ઉલટી થઈ ગયા છે. જેના લીધે બાળકો શાળાએ પણ જઈ શકતા નથી. આ મામલે અમે મ્યુનિ.માં ફરિયાદ કરી છે. • શૈલૈન્દ્રભાઈ, સ્થાનિક
    Click here to Read More
    Previous Article
    નગરા ગામે વરલી મટકાનો જુગાર ઝડપાયો, બે ઝડપાયા:₹25,520નો મુદ્દામાલ જપ્ત, પાંચ શખ્સો વોન્ટેડ જાહેર
    Next Article
    Live: 235 Killed, Over 1,500 Injured In Venezuela Earthquakes, Rescue Ops On

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment