Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ-આટકોટ હાઈ-વેને સિક્સલેન કરવાના ₹2,500 કરોડના એસ્ટીમેટથી સરકાર ચોંકી:મંજૂરી આપવાનો ઈનકાર કરી નવેસરથી પ્રક્રિયા કરવા આદેશ, ₹193 કરોડનું રિકાર્પેટિંગ દિવાળી પછી શરૂ થશે

    23 hours ago

    રાજકોટથી આટકોટ થઈને ભાવનગર અને અમરેલી તરફ જતા અત્યંત વ્યસ્ત હાઈવે પર દૈનિક 30 હજારથી વધુ વાહનોની અવરજવર રહે છે. આ માર્ગને સિક્સલેન બનાવવા માટે રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન (RB) વિભાગ દ્વારા અધધ ₹2,500 કરોડનું એસ્ટીમેટ રજૂ કરવામાં આવતાં રાજ્ય સરકાર ચોંકી ગઈ હતી. આટલો મોટો ખર્ચ મંજૂર કરવાનો ઈનકાર કરીને સરકારે સમગ્ર ડીપીઆર અને ટેન્ડરિંગ પ્રક્રિયા નવેસરથી હાથ ધરવા કડક આદેશ આપ્યો છે. બીજી તરફ, અકસ્માત ઝોન બનેલા આ 45 કિમીના બિસ્માર માર્ગના ₹193 કરોડના રિકાર્પેટિંગનું કામ પણ દિવાળી બાદ શરૂ થશે, જેથી વાહનચાલકોને હજુ એક વર્ષ સુધી હાલાકી વેઠવી પડશે. RK યુનિવર્સિટીથી આટકોટ સુધી 45 કિમીનો સિક્સલેન રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.ડી. ડાભી દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર રાજકોટના આર.કે. યુનિવર્સિટી સર્કલથી આટકોટ સુધીનો કુલ 45 કિલોમીટરનો માર્ગ સિક્સલેન બનાવવાનું આયોજન છે. આ પ્રોજેક્ટમાં સરધાર અને આટકોટ ખાતે 2 મોટા બાયપાસ નિર્માણ પામશે, જેનાથી વાહનચાલકોને ગામની અંદરથી પસાર થયા વગર સીધા ભાવનગર-અમરેલી તરફ જવાની સુવિધા મળશે અને ટ્રાફિક સમસ્યા હળવી થશે. ₹2,500 કરોડનું તોતિંગ એસ્ટીમેટ જોઈ સરકારે ફાઇલ પરત મોકલી સિક્સલેન નિર્માણ માટે વિભાગ દ્વારા તૈયાર કરાયેલો સંપૂર્ણ ડીપીઆર (Detailed Project Report) અને ટેન્ડર અંદાજ ગાંધીનગર રાજ્ય સરકાર સમક્ષ મંજૂરી અર્થે મોકલવામાં આવ્યો હતો. 45 કિ.મી.ના રસ્તા માટે ₹2,500 કરોડ જેવી તોતિંગ રકમ જોઈને સરકારે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને નાણાકીય મંજૂરી અટકાવી દીધી હતી. રાજ્ય સરકારે સમગ્ર પ્રોજેક્ટના એસ્ટીમેટની સમીક્ષા કરી નવેસરથી ડીપીઆર અને ટેન્ડર પ્રક્રિયા કરવા સ્પષ્ટ સૂચના આપી છે. ₹193 કરોડના ખર્ચે રિકાર્પેટિંગ: દિવાળી બાદ કામ શરૂ થશે હાલ આ હાઈવે અત્યંત બિસ્માર અને ખાડાવાળો હોવાથી વારંવાર ગંભીર અકસ્માતો સર્જાય છે. રિકાર્પેટિંગનું ટેન્ડર મંજૂરી મળ્યા બાદ દિવાળી પછી જમીન પર કામ શરૂ થશે અને તે પૂર્ણ થતાં 11 મહિના લાગશે, જેથી આગામી એક વર્ષ સુધી વાહનચાલકોએ ટ્રાફિક જામ અને ખરાબ રસ્તાની સમસ્યા વચ્ચેથી જ પસાર થવું પડશે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં રેલવે ઓવરબ્રિજના વિલંબ સામે કોંગ્રેસની આક્રોશ રેલી:ધાસભ્ય વિમલ ચુડાસમાની આગેવાની હેઠળ આવેદનપત્ર અપાયું; 30 દિવસમાં કામ પૂર્ણ નહીં થાય તો આંદોલનની ચીમકી
    Next Article
    રૂ 1.35 કરોડના ઊંચા વ્યાજે આપેલા નાણાં સામે પઠાણી ઉઘરાણી:સુરતના બિલ્ડરને વ્યાજના ચક્કરમાં ફસાવી ₹1 કરોડના બે ફ્લેટ પડાવ્યા, છતાં ₹7 કરોડની ખંડણી માંગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment