Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂ 1.35 કરોડના ઊંચા વ્યાજે આપેલા નાણાં સામે પઠાણી ઉઘરાણી:સુરતના બિલ્ડરને વ્યાજના ચક્કરમાં ફસાવી ₹1 કરોડના બે ફ્લેટ પડાવ્યા, છતાં ₹7 કરોડની ખંડણી માંગી

    18 hours ago

    સુરત શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ દિન-પ્રતિદિન બેફામ બની રહ્યો છે. ડભોલી વિસ્તારમાં રહેતા અને જમીન-કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા બિલ્ડર પરિવારને ઊંચા વ્યાજે નાણાં ધીરી વ્યાજનું વ્યાજ ગણી ₹1 કરોડના બે લક્ઝુરિયસ ફ્લેટ પડાવી લીધા બાદ પણ વધુ ₹1.87 કરોડથી ₹7 કરોડ સુધીની પઠાણી ઉઘરાણી કરી સોપારી આપી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે સિંગણપોર-ડભોલી પોલીસ મથકે કુખ્યાત વ્યાજખોર કિરીટ વાઘાણી સામે ગુનો નોંધાયો છે. પરિચય કેળવી 1.50% થી 2.25% ના ઊંચા વ્યાજે ₹1.35 કરોડ ધીર્યા ડભોલી ગામ, એસ.એમ.સી. ગાર્ડન સામે સરોવર હાઇટ્સમાં રહેતા 33 વર્ષીય બિલ્ડર ઇશાન ઘનશ્યામભાઇ કેવડીયાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના પિતા ઘનશ્યામભાઈ સાથે વર્ષ 2018થી આરોપી કિરીટ નાથુભાઈ વાઘાણીનો મિત્રતાભર્યો સંબંધ હતો. કિરીટ વાઘાણી નાણાં ધીરધારનો ધંધો કરતો હોવાથી તેણે મુંબઈ ખાતે પ્રોજેક્ટ હોવાનું જણાવી નાણાંની જરૂરિયાત ઊભી કરી હતી. ત્યારબાદ જરૂર પડ્યે ફરિયાદીના પિતાને દર મહિને 1.50% થી 2.25% સુધીના તોતિંગ વ્યાજે ટુકડે-ટુકડે કુલ ₹1,35,25,000 આપ્યા હતા. વ્યાજ ચૂકવવા છતાં હિસાબમાં બાકી ₹88.10 લાખ બતાવ્યા ફરિયાદી પરિવારે નિયમિતપણે તોતિંગ વ્યાજ સહિત મુદલની રકમ ચૂકવી હોવા છતાં વ્યાજખોરે હિસાબની આંટીઘૂંટીમાં ₹88,10,000 લેવાના બાકી નીકળે છે તેમ દર્શાવ્યું હતું. આ બાકી રકમ સામે કિરીટ વાઘાણીએ દબાણ કરીને નક્ષત્ર પ્રોજેક્ટમાં આવેલા ₹50-50 લાખની બજાર કિંમતના બે ફ્લેટ (નંબર N-1202 અને N-1203 - કુલ કિંમત ₹1 કરોડ) પોતાના મળતિયા દિલીપભાઈ વાઘાણીના નામે દસ્તાવેજ કરાવી પડાવી લીધા હતા. ₹1 કરોડની મિલકત લીધા પછી પણ ₹38 લાખ બાકી કાઢ્યા આશ્ચર્યજનક રીતે ₹88.10 લાખના દેવા સામે ₹1 કરોડના બે ફ્લેટ પોતાના નામે લખાવી લીધા બાદ પણ વ્યાજખોર કિરીટ વાઘાણીએ સંતોષ માન્યો ન હતો. તેણે 'હજુ ₹38 લાખ બાકી નીકળે છે' તેમ કહી તેના પર ચક્રવૃદ્ધિ વ્યાજનું વ્યાજ ગણી કરોડો રૂપિયાનું લેણું ઊભું કરી દીધું હતું. ઓફિસે 10-15 માથાભારે માણસો મોકલી ₹7 કરોડની ખંડણી માંગી વ્યાજખોર કિરીટ વાઘાણીએ ફરિયાદીની ઓફિસે અવારનવાર 10 થી 15 અજાણ્યા અસામાજિક તત્વોને મોકલી પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. તેણે ક્યારેક ₹1,87,00,000 તો ક્યારેક ₹6 થી ₹7 કરોડની તોતિંગ રકમની ગેરકાયદે માંગણી કરી હતી. જો આ નાણાં નહીં ચૂકવે તો ખોટા કેસમાં ફસાવી દેવાની તેમજ પાંચ હજાર મા ટ્રક વાળા મળે તેના દ્વારા ઉડાવી દઈ જાનથી મારી નાખવાની ગંભીર ધમકીઓ આપી હતી. પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા સતત મળતી ધમકીઓ અને વ્યાજના વિષચક્રથી ત્રસ્ત થઈ આખરે ઇશાન કેવડીયાએ સિંગણપોર-ડભોલી પોલીસ મથકે કિરીટ નાથુભાઈ વાઘાણી વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ આરોપીની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ-આટકોટ હાઈ-વેને સિક્સલેન કરવાના ₹2,500 કરોડના એસ્ટીમેટથી સરકાર ચોંકી:મંજૂરી આપવાનો ઈનકાર કરી નવેસરથી પ્રક્રિયા કરવા આદેશ, ₹193 કરોડનું રિકાર્પેટિંગ દિવાળી પછી શરૂ થશે
    Next Article
    ઝોઝ પોલીસે ₹24 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:ભીલપુર ફાટક પાસેથી આઇશર ટેમ્પો સાથે એકની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment