Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝોઝ પોલીસે ₹24 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:ભીલપુર ફાટક પાસેથી આઇશર ટેમ્પો સાથે એકની ધરપકડ

    17 hours ago

    છોટા ઉદેપુર જિલ્લાની ઝોઝ પોલીસે ભીલપુર ફાટક પાસેથી ₹24,08,784/- ના વિદેશી દારૂ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. આ દારૂ આઇશર ટેમ્પોમાં ચોરખાનું બનાવીને લઈ જવામાં આવી રહ્યો હતો. છોટા ઉદેપુર એક સરહદી જિલ્લો હોવાથી અહીં પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો વારંવાર થાય છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે. ઝોઝ પોલીસે દારૂની વધુ એક ખેપ ઝડપી પાડી છે. ઝોઝ પોલીસ સ્ટેશનના પીઆઈ જિતેન્દ્ર વસાવાને બાતમી મળી હતી કે એક આઇશર ટેમ્પોમાં ચોરખાનું બનાવીને વિદેશી દારૂ ભીલપુર, બરોજ, જામરણ થઈને લઈ જવામાં આવશે. આ બાતમીના આધારે ઝોઝ પોલીસે ભીલપુર ફાટક પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમી મુજબનો આઇશર ટેમ્પો આવતા તેને રોકવાનો ઈશારો કરાયો હતો. ટેમ્પોમાં સવાર એક ઈસમ ઉતરીને ફરાર થઈ ગયો હતો, જ્યારે ચાલકે ટેમ્પો ઊભો રાખ્યો હતો. પોલીસે ટેમ્પોની તપાસ કરતા પાછળના ભાગે ચોરખાનું બનાવેલું જણાયું હતું. તેને વેલ્ડીંગ કટરથી તોડીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 7504 બોટલ મળી આવી હતી, જેની કિંમત ₹24,08,784/- છે. ઝોઝ પોલીસે વિદેશી દારૂ, આઇશર ટેમ્પો સહિત કુલ ₹30,58,784/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટેમ્પો ચાલક રમેશભાઈ છગનભાઈ કનેશ (રહે. તલાદ ઉકલા ફળિયા, પો. કાનાકાકડ, જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ) ને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રૂ 1.35 કરોડના ઊંચા વ્યાજે આપેલા નાણાં સામે પઠાણી ઉઘરાણી:સુરતના બિલ્ડરને વ્યાજના ચક્કરમાં ફસાવી ₹1 કરોડના બે ફ્લેટ પડાવ્યા, છતાં ₹7 કરોડની ખંડણી માંગી
    Next Article
    37 વર્ષથી વળતર ન મળતાં જેટકો લાઈન સામે ખેડૂતોનો વિરોધ:RTIમાં મંજૂરી વગર લાઈન નાખ્યાનો ખુલાસો થતાં 90 દિવસની આખરી ચીમકી, અધિકારીએ કહ્યું- રેકર્ડ ઉપલબ્ધ નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment