Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    37 વર્ષથી વળતર ન મળતાં જેટકો લાઈન સામે ખેડૂતોનો વિરોધ:RTIમાં મંજૂરી વગર લાઈન નાખ્યાનો ખુલાસો થતાં 90 દિવસની આખરી ચીમકી, અધિકારીએ કહ્યું- રેકર્ડ ઉપલબ્ધ નથી

    16 hours ago

    જૂનાગઢ જિલ્લામાં વીજ કંપની જેટકો (GETCO) અને સરકારી તંત્રની નીતિરીતિ સામે ખેડૂતોમાં ભારે રોષ અને અસંતોષ ફેલાયો છે. વર્ષ 1987માં 220 KVની જેતપુર-શાહપુર વીજ લાઈન નાખવાના નામે જૂનાગઢ તાલુકાના વડધવી, માખીયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની જમીનમાં મહાકાય વીજ થાંભલા રોપી દેવાયા હતા. ખેડૂતો દ્વારા કરાયેલી RTIમાં ખુલાસો થયો છે કે, 37 વર્ષ પહેલાં ખેડૂતોની કોઈપણ જાતની લેખિત મંજૂરી કે પરવાનગી વિના આ પોલ ઊભા કરાયા હતા અને વળતર ચૂકવાયું છે કે નહીં તેનો કોઈ રેકોર્ડ પણ કંપની પાસે નથી. આ મામલે રોષે ભરાયેલા ખેડૂતોએ 90 દિવસમાં ભાડું અને વળતર ન ચૂકવાય તો કટર મશીનથી થાંભલા કાપી નાખવાની ચીમકી ઉચ્ચારી છે. મંજૂરી કે વળતરનો કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી વડધવી ગામના ખેડૂત ધર્મેશ પટોળિયા દ્વારા 220 KV જેટકો લાઈન અંગે કરવામાં આવેલી RTI અરજીમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેતપુરથી શાહપુર અને કેશોદ સુધી જતી આ લાઈન માટે ખેડૂતોની સંમતિ લેવાઈ હતી કે કેમ અથવા આ લાઈન કેટલા સમય માટે નાખવામાં આવી હતી તેનો કોઈ જ દસ્તાવેજી પુરાવો વીજ કંપની પાસે નથી. આ સત્ય સામે આવ્યા બાદ જેતપુર અને જૂનાગઢ તાલુકાના અંદાજે 10 ગામોના અસરગ્રસ્ત ખેડૂતો એકત્રિત થયા છે અને કલેક્ટરને આવેદનપત્ર આપી જમીનનું યોગ્ય ભાડું અને વળતર મેળવવા કાયદાકીય લડતની તૈયારી શરૂ કરી છે. વાવણીમાં દર વર્ષે ₹5,000નો વધારાનો ખર્ચ અને પાકને નુકસાન માખીયાળા ગામના સ્થાનિક ખેડૂત વિસાલ ગજેરાએ જણાવ્યું હતું કે, માખીયાળા ગામની સીમમાં 10 થી 15 જેટલા થાંભલા આવેલા છે. લાઈન નીચેથી ટ્રેક્ટર કે ખેડ ફેરવતી વખતે ભારે મુશ્કેલી પડે છે અને દર વર્ષે વાવણી પાછળ ₹5,000 જેટલો વધારાનો ખર્ચ થાય છે. વીજ કંપનીના કર્મચારીઓ વર્ષમાં બે વાર સમારકામ અને સફાઈ માટે આવે ત્યારે ઊભા પાકને ખૂંદીને નુકસાન પહોંચાડે છે અને ખેડૂતો વિરોધ કરે તો ઝઘડો કરે છે. ખેડૂતોએ ચીમકી આપી છે કે એક મહિનામાં નિરાકરણ નહીં આવે તો ભૂખ હડતાલ પર બેસી આંદોલન કરશે. રાજકીય પક્ષોથી દૂર રહી લડત આપવા અપીલ માખીયાળા ગામે યોજાયેલી ખેડૂતોની બેઠકમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, વર્ષ 1987માં તત્કાલીન સરકારે ખેડૂતોના ભોળપણ અને અજ્ઞાનતાનો લાભ લઈને મંજૂરી કે વળતર આપ્યા વગર આ લાઈન ઊભી કરી દીધી હતી. તેમણે ખેડૂતોને સાવચેત કરતાં કહ્યું કે આ આંદોલનમાં આપ કે અન્ય કોઈપણ રાજકીય પક્ષોને પ્રવેશવા ન દેવા જોઈએ. રાજકીય નેતાઓ માત્ર સ્વાર્થ જોતા હોય છે, તેથી ખેડૂતોએ માત્ર ખેડૂત બનીને લડત આપવી પડશે. પીજીવીસીએલના અધિકારીનો ખુલાસો આ સમગ્ર વિરોધ અને RTIના જવાબો અંગે પીજીવીસીએલના અધિકારી ભાવેશ બાપોદરાએ જણાવ્યું હતું કે, જેતપુર-શાહપુર 220 KV વીજ લાઈન આશરે 37 વર્ષ કરતાં પણ વધુ જૂની છે. ખૂબ જૂના સમયમાં આ લાઈન ઊભી કરાઈ હોવાથી તે સમયે કરાયેલા ચોક્કસ કરારો કે સંમતિ અંગેનો કોઈ રેકોર્ડ હાલ કચેરી ખાતે ઉપલબ્ધ નથી. ઇલેક્ટ્રિસિટી એક્ટ 1885ની કાયદાકીય જોગવાઈઓ મુજબ તે સમયે થયેલા પાક કે જમીનના નુકસાનનું વળતર નિયમાનુસાર ચૂકવી આપવામાં આવ્યું હોવાનું માની શકાય છે, પરંતુ વર્ષો જૂની બાબત હોવાથી હાલ કોઈ દસ્તાવેજી રેકોર્ડ ઉપલબ્ધ નથી.
    Click here to Read More
    Previous Article
    ઝોઝ પોલીસે ₹24 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:ભીલપુર ફાટક પાસેથી આઇશર ટેમ્પો સાથે એકની ધરપકડ
    Next Article
    કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ:સાંસદ, ધારાસભ્યોના પ્રશ્નો અને કામોની પ્રગતિની સમીક્ષા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment