Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ:સાંસદ, ધારાસભ્યોના પ્રશ્નો અને કામોની પ્રગતિની સમીક્ષા કરાઈ

    15 hours ago

    પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યો દ્વારા વિવિધ વિભાગોને પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે વિવિધ રજૂઆતો અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી સમીક્ષા લીધી હતી. તેમણે કામોની પ્રગતિનો અહેવાલ ચકાસીને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠક દરમિયાન, કલેક્ટરે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગો અને અધિકારીઓ સાથે સંકલન કરીને કામો ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખ વસંત પુરોહિત, ધારાસભ્યો અનિકેત ઠાકર અને કાંતિ ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી એમ. જે. દવે, અધિક નિવાસી કલેક્ટર સી.પી. પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    37 વર્ષથી વળતર ન મળતાં જેટકો લાઈન સામે ખેડૂતોનો વિરોધ:RTIમાં મંજૂરી વગર લાઈન નાખ્યાનો ખુલાસો થતાં 90 દિવસની આખરી ચીમકી, અધિકારીએ કહ્યું- રેકર્ડ ઉપલબ્ધ નથી
    Next Article
    પાટણના બે વિદ્યાર્થીઓએ જિલ્લા જુડો સ્પર્ધામાં જીત મેળવી:હવે તેઓ રાજ્ય કક્ષાએ પાટણનું પ્રતિનિધિત્વ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment