Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના બે વિદ્યાર્થીઓએ જિલ્લા જુડો સ્પર્ધામાં જીત મેળવી:હવે તેઓ રાજ્ય કક્ષાએ પાટણનું પ્રતિનિધિત્વ કરશે

    13 hours ago

    પાટણ: ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ બંને ખેલાડીઓ હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પાટણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધા ખેલ મહાકુંભ અંતર્ગત ૧૯ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ યોજાઈ હતી. સ્થાનિક જીમખાના સ્થિત 'સરદાર પટેલ રમત ગમત સંકુલ' ખાતે યોજાયેલી આ જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધામાં સમગ્ર જિલ્લાની અનેક શાળાઓના ખેલાડીઓએ ભાગ લીધો હતો. બોમ્બે મેટલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પોતપોતાની વય અને વજન જૂથમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને વિજય મેળવ્યો. વિજેતા ખેલાડીઓમાં અંડર-40 કિલોગ્રામ કેટેગરીમાં રાવલ દેવ મહેશભાઈ અને અંડર-50 કિલોગ્રામ કેટેગરીમાં શેખ મહમદ કેફ જાવેદભાઈનો સમાવેશ થાય છે. બંને વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. વિદ્યાર્થીઓની આ સફળતા પાછળ શાળાના સિનિયર શિક્ષક મતી શીતલબેન, ધોરણ-8 ના શિક્ષક મતી બીનાબેન પટેલ તેમજ વી. કે. ભૂલા શાળાના આચાર્ય અશોકભાઈ પટેલનું સતત માર્ગદર્શન અને તાલીમ મુખ્ય કારણભૂત રહ્યા છે.આ પ્રેરણાદાયી સિદ્ધિ બદલ શાળાના તમામ શિક્ષકગણ અને વાલી મંડળે વિજેતા ખેલાડીઓ રાવલ દેવ અને શેખ મહમદ કેફને અભિનંદન પાઠવ્યા છે. આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પણ તેઓ વિજયી બને તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ:સાંસદ, ધારાસભ્યોના પ્રશ્નો અને કામોની પ્રગતિની સમીક્ષા કરાઈ
    Next Article
    RMCની સ્ટેન્ડિંગ કમિટીમાં 17.29 કરોડની 12 દરખાસ્ત મંજૂર:સ્વચ્છતાના સૂચનો અંગે સર્વે માટે 1.11 કરોડ ચૂકવાશે; રેસકોર્સમાં ઓડિટોરિયમના નવીનીકરણની દરખાસ્ત નામંજૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment