Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RMCની સ્ટેન્ડિંગ કમિટીમાં 17.29 કરોડની 12 દરખાસ્ત મંજૂર:સ્વચ્છતાના સૂચનો અંગે સર્વે માટે 1.11 કરોડ ચૂકવાશે; રેસકોર્સમાં ઓડિટોરિયમના નવીનીકરણની દરખાસ્ત નામંજૂર

    14 hours ago

    રાજકોટ મહાનગર પાલિકાની આજે 19 ઑગસ્ટે રોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં કુલ 14 દરખાસ્ત મુકવામાં આવી હતી જે પૈકી 17.29 કરોડના કામોની 12 દરખાસ્ત મંજૂર કરી એક દરખાસ્ત નામંજૂર કરી અન્ય એક દરખાસ્તમાં વધુ વિગતવાર માહિતી સાથે અપડેટ કરી ફરી રજૂ કરવા પેન્ડિંગ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજથી મનપા દર મહિને અંદાજિત 40 લાખનું ઇંધણની બચત કરશે અને સ્વચ્છતા માટે કેન્દ્ર સરકાર તરફથી મળતી ગ્રાન્ટ માટે રાજકોટ શહેરમાં સ્વચ્છતા સર્વે માટે સરકાર માન્ય એજન્સીને 1.11 કરોડ ફાળવી સર્વે કરાવવામાં આવશે જેના આધારે કેન્દ્ર સરકાર તરફથી રાજકોટ મનપાને ગ્રાન્ટની ફાળવણી પણ કરવામાં આવશે અને રાજકોટ શહેર સ્વચ્છતા તરફ આગળ વધી શકશે તેવો દાવો મનપાના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. રેસકોર્સના ઓડિટોરિયમના નવીનીકરણની દરખાસ્ત નામંજૂર મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયાએ જણાવ્યું હતું કે, 2.54 કરોડની બે દરખાસ્ત પૈકી એક નામંજૂર કરવામાં આવી છે અને એક દરખાસ્ત પેન્ડિંગ રાખી વધુ માહિતી સાથે આવતી સ્ટેન્ડિંગમાં રજૂ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. એક નામંજૂર કરવામાં આવેલ દરખાસ્તમાં રેસકોર્સ સંકુલ ખાતે લોક વિજ્ઞાન કેન્દ્ર કેમ્પસમાં ઓડિટોરિયમનું નવીનીકરણ કરવા 1.24 કરોડની દરખાસ્ત નામંજૂર કરી PPP ધોરણે થઈ શકે તો પ્રયત્ન કરવા સૂચન કરવામાં આવ્યું છે. શહેરમાં સ્વચ્છતાના સૂચનો એજન્સી 1.11 કરોડની દરખાસ્જ મંજૂર બીજી તરફ રાજકોટમાં સ્વચ્છતા સર્વે માટે 1.11 કરોડની દરખાસ્ત મંજૂર કરી છે. આ દરખાસ્ત માટે કામ નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર સર્વિસીઝ ઇન્કોર્પોરેટેડ કન્સલ્ટન્ટની કામગીરી આપવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ એજન્સી કેન્દ્ર સરકાર તરફથી નીમવામાં આવેલી છે અને આ એજન્સી આગામી 6 માસ સુધી સર્વે કરી સ્વચ્છતા બાબતે રાજકોટ શહેરમાં શું કરી શકાય શું કરવું જોઈએ તેના સૂચન આપશે. જેના આધારે રાજકોટ મનપા દ્વારા સ્વચ્છતા અંગે કામગીરી કરવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકાર તરફથી મનપાને ગ્રાન્ટ આપવામાં આવે છે. ડિઝલની બચતથી 40 લાખનો મનપાને ફાયદો આ તરફ રાજકોટ મનપા દ્વારા બચતના ભાગરૂપે આજથી ડિઝલની ખરીદી રિટેઈલ રેટથી ડીઝલ ખરીદી કરવાનો કોન્ટ્રાકટ શિવાય એજન્સીને આપવામાં આવ્યો છે અને પ્રતિ લીટર ₹0.72નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જેના કારણે રાજકોટ મનપાને મહિને અંદાજિત 40 લાખનો ફાયદો થશે અને મનપાને આર્થિક બચત સાથે ફાયદો થશે.
    Click here to Read More
    Previous Article
    પાટણના બે વિદ્યાર્થીઓએ જિલ્લા જુડો સ્પર્ધામાં જીત મેળવી:હવે તેઓ રાજ્ય કક્ષાએ પાટણનું પ્રતિનિધિત્વ કરશે
    Next Article
    IPS સાહેબે ધડાધડ નંબર બ્લોક કર્યા:માંડવીનાં ખેતરમાં ઇટાલિયાનો ડાયરો, કેમેરો ચાલુ રખાવી ગીત લલકાર્યાં, ચોટીલાના SDM છેલ્લા દિવસે પણ સપાટો બોલાવતા ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment