Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ-રાજકોટ હાઈવે બંધ, બગોદરા ડાઈવર્ઝન અપાયું:સુરતની ખાડીમાંથી મૃતદેહ મળ્યો; ઇડરમાં બાઇક તણાતાં એક યુવક ગુમ, બીજાનો બચાવ; નવસારીમાં 30થી વધુ લોકોને એરલિફ્ટ કરાયા

    1 day ago

    ગુજરાતમાં ચોમાસાની તોફાની પધરામણી વચ્ચે આજે સવારે 6થી 12 વાગ્યામાં 239 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ વાવ-થરાદના દિયોદર અને ભાભર તાલુકામાં સાડા છ ઈંચથી વરસ્યો છે. સુરતમાં ખાડીપૂરની સ્થિતિ વધુ વિકટ બની છે. નવસારીમાં પૂરની કટોકટી સામે પહોંચી વળવા NDRF-SDRF અને મિલિટરી બટાલિયન ઉપરાંત ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર મારફતે ભાટ ગામ નજીક ઝીંગા ફાર્મ પર ફસાયેલા 30થી વધુ લોકોને સફળતાપૂર્વક એરલિફ્ટ કરાયા છે. પૂરના કારણે એક હજારથી વધુ કારોને નુકસાન થયું છે. બીજી, તરફ જામનગરના કાલાવડમાં ઘોડાપૂરમાં ફસાયેલી કારને ગ્રામજનોએ ટ્રેક્ટર અને દોરડા વડે ખેંચીને મોટી દુર્ઘટના ટાળી હતી. રાજકોટના ગોંડલ-જેતપુર નેશનલ હાઇવેથી સ્વામિનારાયણ ગુરુકુલ થઈને વીરપુર જતા રસ્તે ઘોડાપૂરમાં કાર તણાતાં 2 લોકોની શોધખોળ હાથ ધરાઈ છે. અમદાવાદમાં અનરાધાર વરસાદથી દુકાનો-ઘરોમાં હજુ પાણી ભરાયેલા છે. હવામાન વિભાગ દ્વારા આજે 24 જુલાઈના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 13 જિલ્લાઓમાં ઓરેન્જ અને 10 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદથી બાવળા પાસે નેશનલ હાઈવે બંધ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બાવળા પાસે ભારે વરસાદના કારણે ગંભીર સ્થિતિ સર્જાતાં બગોદરાથી સનાથલ સુધીનો માર્ગ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. બાવળાના ગેલોપ્સ પાર્ક પાસે પૂરના પાણીમાં ફસાયેલા 900 જેટલા લોકોને બચાવવા માટે પોલીસ અને SDRFની ટીમો દ્વારા યુદ્ધધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાઈવે બંધ થતાં વાહન-વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે, જેથી તંત્ર દ્વારા અમદાવાદ-રાજકોટ વચ્ચે મુસાફરી કરતા વાહનો માટે બગોદરાથી વેજળકા થઈને ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. રાજ્યમાં કટોકટી અંગે CMની ઉચ્ચસ્તરીય બેઠક, બચાવ કામગીરી ઝડપી કરવા સૂચના રાજ્યભરમાં સર્જાયેલી ધોધમાર વરસાદી સ્થિતિને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ અમદાવાદ શહેરમાં ભરાયેલા વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવા વહીવટી તંત્રને કડક આદેશ આપ્યા હતા. બીજી તરફ, રાજ્યના DGPએ પણ તમામ SP અને રેન્જ IG સાથે વીડિયો કોન્ફરન્સ યોજી પોલીસ કાફલાને સતત પ્રજાની વચ્ચે રહી ટ્રાફિક અને રેસ્ક્યૂ કામગીરીમાં સક્રિય રહેવા સૂચના આપી હતી. 23 જુલાઈના વરસાદની પળેપળની અપડેટ નવસારીમાં વાયુસેના દ્વારા એરલિફ્ટ અને સૈન્યની ટુકડીઓ મેદાનમાં નવસારી જિલ્લામાં પૂરની વિકટ પરિસ્થિતિ સામે પહોંચી વળવા NDRF અને SDRFની 4 ટુકડીઓ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા સ્પેશિયલ મિલિટરી બટાલિયનને બોલાવવામાં આવી છે, જે અત્યાધુનિક ઇક્વિપમેન્ટ સાથે ધમડાછા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં રેસ્ક્યૂ કરી રહી છે. બીજી તરફ, ગણદેવી તાલુકાના ભાટ ગામ પાસે ઝીંગા ફાર્મ પર ફસાયેલા 30થી વધુ લોકોએ મદદની ગુહાર લગાવતાં, વાયુસેનાના હેલિકોપ્ટર મારફતે તમામ લોકોને સુરક્ષિત રીતે એરલિફ્ટ કરીને બચાવી લેવાયા છે. ગણદેવી અને શાંતાદેવીમાં કરોડોનું ધોવાણ નવસારી જિલ્લામાં વરસાદનું જોર ઘટતાં અંબિકા નદી ઘટીને 36.8 ફૂટ અને કાવેરી 18 ફૂટ પર આવતાં રાહત થઈ છે, પરંતુ પૂર્ણા નદી હજુ 29 ફૂટ પર સ્થિર છે. પાણી ઓસરતાં જ વાંસદા તરફનો ઓવરબ્રિજ ધોવાઈ જતાં રસ્તો બંધ થયો છે. ગણદેવી તાલુકાના 25થી વધુ ગામોમાં 1,000થી વધુ વાહનો તણાઈ જતાં કરોડોનું નુકસાન થયું છે, જ્યારે હીરા ઉદ્યોગના હબ ગણાતા શાંતાદેવી વિસ્તારમાં 12 ફૂટ પાણી ભરાતાં 3,000થી વધુ પરિવારો ફસાયા છે, જેમને મનપા દ્વારા ઘરો સુધી જઈને રાશન અને જરૂરી સામગ્રી પહોંચાડાઈ રહી છે. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, 8 અંડરબ્રિજ બંધ અમદાવાદમાં 24 જુલાઈના રોજ વહેલી સવારે 5 વાગ્યાથી સાર્વત્રિક ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેમાં સૌથી વધુ ચાંદખેડામાં 2 ઇંચ તેમજ ગોતા, મેમ્કો, નરોડા અને એરપોર્ટ સહિતના વિસ્તારોમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે ત્રાગડ રોડ, IOC રોડ અને ડિકેબીન રોડ સહિતના માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા, જ્યારે મોડીરાત્રે ભરાયેલા પાણીના કારણે બંધ કરાયેલા 17 અંડરબ્રિજમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીનો નિકાલ કરાતાં 9 બ્રિજ શરૂ કરાયા છે અને મકરબા, પરિમલ, અખબાર નગર, મણિનગર દક્ષિણી, કાળીગામ, ચાંદલોડિયા, રાણીપ GST તથા ચાંદખેડા જેવા 8 અંડરબ્રિજ હજુ પણ બંધ છે. ખોખરા જાડેજા કોર્નર પાસે પાણીમાં ફસાયેલી બસમાંથી મણિનગર ફાયર ટીમે 55 લોકોને સહીસલામત બહાર કાઢ્યા હતાં. આ ઉપરાંત નિકોલની મધુમાલતી આવાસ યોજનામાં પાણી ભરાતાં 1000થી વધુ રહીશો તેમજ શેલા વિસ્તારની આકાશ રેસીડેન્સીના પાર્કિંગમાં વાહનો ગરકાવ થતાં સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વરસાદથી સર્જાયેલી તારાજીની તસવીરો..
    Click here to Read More
    Previous Article
    કોકરોચ પાર્ટી-સરકાર વચ્ચે દોઢ કલાક ચાલી બેઠક:સુપ્રીમ કોર્ટે પેપર લીક તપાસનો રિપોર્ટ માંગ્યો, નવી દિલ્હી સહિત 18 મેટ્રો સ્ટેશનો બંધ
    Next Article
    બાવળાના 'ગેલોપ્સ પાર્ક'માં ફસાયેલા 900 લોકોનું રેસ્ક્યૂ:શેલાની આકાશ રેસિડેન્સીના બેઝમેન્ટમાં 200 વાહનો ડૂબી ગયા, કર્ણાવતી ક્લબ પાછળ આવેલા કરોડોના બંગલા જળમગ્ન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment