Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિધ્ધપુર નજીક ટ્રક-અર્ટીગા અકસ્માત, ₹2.50 લાખનું નુકસાન:ટ્રકચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

    2 days ago

    સિધ્ધપુર નજીક કાકોશી ચોકડી પાસે રવિવારે બપોરે એક ટ્રકે અર્ટીગા કારને ટક્કર મારતા આશરે ₹2.50 લાખનું નુકસાન થયું હતું. સુરતનો એક પરિવાર અંબાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલકે દાદાગીરી કરતા અને નશામાં હોવાની શંકા જતાં સિધ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સુરતના ભટાર રોડ પર રહેતા કિર્તીકુમાર ડાહ્યાલાલ પટેલ પોતાના પરિવાર સાથે અંબાજી દર્શન કરીને પરત સુરત જઈ રહ્યા હતા. તેમની અર્ટીગા ગાડી (GJ05JH9046) સિધ્ધપુરના કાકોશી ચોકડી નજીક આનંદ હોટલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રક નંબર MH04MH4968 ના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ટ્રક હંકારી અર્ટીગાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અર્ટીગા ગાડીની મુખ્ય હેડલાઇટ, બોનેટ, બંને સાઈડના દરવાજા, કાચ અને પાછળની લાઇટને વ્યાપક નુકસાન થયું હતું. ફરિયાદ મુજબ, આશરે ₹2,50,000 નું નુકસાન થયું છે. સદનસીબે, ગાડીમાં સવાર પરિવારના કોઈ સભ્યને ઈજા થઈ ન હતી. ફરિયાદી કિર્તીકુમારના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ ટ્રક ચાલકે તેમની સાથે દાદાગીરી કરી હતી. ટ્રક ચાલક દારૂના નશામાં હોવાનું જણાતા તેની મેડિકલ તપાસણી કરાવવાની પણ માંગ કરવામાં આવી છે. સિધ્ધપુર પોલીસે આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ B.N.S.S. ની કલમ 281, 324(5) અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 હેઠળ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ નિતીનકુમાર મફતલાલ દેસાઈને વધુ તપાસ સોંપી છે.
    Click here to Read More
    Previous Article
    24 વર્ષથી શિક્ષણ અધિકારી વગરનું મનપા:જૂનાગઢ મહાનગરપાલિકામાં 24 વર્ષથી શિક્ષણ અધિકારીની પોસ્ટ ગાયબ; મધ્યમ અને ગરીબ વર્ગના બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થતા હોવાના વિરોધ પક્ષના ગંભીર આક્ષેપો
    Next Article
    યુવતીને ટાંકી પર બેસાડી યુવકે બુલેટ દોડાવી, VIDEO:જાહેરમાં ચેનચાળા કરી જોખમી રીતે રીલ બનાવી, સંસ્કારીનગરીમાં મર્યાદાને નેવે મૂકાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment