Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોટરી ક્લબ ઓફ પાટણને 24 ડિસ્ટ્રિક્ટ એવોર્ડ મળ્યા:સેવાકીય પ્રોજેક્ટ્સ અને શ્રેષ્ઠ પ્રમુખ-સેક્રેટરીને સન્માનિત કરાયા

    5 days ago

    રોટરી ક્લબ ઓફ પાટણને તેના ઉત્કૃષ્ટ સેવાકાર્યો બદલ રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા કુલ 24 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. આ ડિસ્ટ્રિક્ટ એવોર્ડ સમારોહનું આયોજન 1 ઓગસ્ટના રોજ આબુ રોડ સ્થિત અમરતારા રિસોર્ટ ખાતે કરવામાં આવ્યું હતું. ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટરિયન નિગમભાઈ ચૌધરીના હસ્તે રોટરી ક્લબ ઓફ પાટણને વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી બદલ આ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં ક્લબના વર્ષ 2025-26ના પ્રમુખ રોટરિયન ડૉ. પરિમલ જાનીને સમગ્ર ડિસ્ટ્રિક્ટમાં 'બેસ્ટ પ્રેસિડેન્ટ (સિલ્વર કેટેગરી)'નો એવોર્ડ મળ્યો હતો. તેવી જ રીતે, વર્ષ 2025-26ના સેક્રેટરી રોટરિયન જય દરજીને 'બેસ્ટ સેક્રેટરી (ગોલ્ડ કેટેગરી)'ના પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રોટરી ક્લબ ઓફ પાટણને પણ સમગ્ર ડિસ્ટ્રિક્ટમાં 'બેસ્ટ ક્લબ (સિલ્વર કેટેગરી)'નો એવોર્ડ પ્રાપ્ત થયો હતો, જે ક્લબના તમામ સભ્યો માટે ગૌરવની બાબત છે. ક્લબને આ 24 એવોર્ડ્સ વર્ષ દરમિયાન હાથ ધરાયેલા વિવિધ સેવાકીય પ્રોજેક્ટો, આરોગ્યલક્ષી અભિયાન જેવા કે પિન્ક પરેડ, મેરેથોન 3.0, રોટરી થેલેસેમિયા યુનિટ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, પર્યાવરણલક્ષી કાર્યક્રમો અને રોટરી આરસી (દર મહિનાનું બુલેટિન)ની નોંધપાત્ર સફળતાના પરિણામે મળ્યા હતા. આ સિદ્ધિથી રોટરી ક્લબ ઓફ પાટણે ડિસ્ટ્રિક્ટ કક્ષાએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે અને સેવાકીય ક્ષેત્રે પ્રશંસનીય કાર્ય માટે વિશેષ સ્થાન મેળવ્યું છે. આ એવોર્ડ સમારોહમાં રોટરી ક્લબ ઓફ પાટણના અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ આ ગૌરવપૂર્ણ ક્ષણના સાક્ષી બની ક્લબની સિદ્ધિઓની ઉજવણી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી, સતિષ પટેલ 9877 મતથી આગળ:પહેલા રાઉન્ડથી જ ભાજપ ઉમેદવાર લીડમાં, કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીને 6104 મત મળ્યા
    Next Article
    Gujarat Breaking News | 10 વાગ્યા સુધીના સૌથી મોટા સમાચાર | Weather Update | Latest Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment