Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવતીને ટાંકી પર બેસાડી યુવકે બુલેટ દોડાવી, VIDEO:જાહેરમાં ચેનચાળા કરી જોખમી રીતે રીલ બનાવી, સંસ્કારીનગરીમાં મર્યાદાને નેવે મૂકાઈ

    2 days ago

    રીલના ગાંડપણમાં યુવાઓ ભાન ભૂલી જતા હોય છે અને ક્યારેક જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે. સંસ્કારીનગરી વડોદરાનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં એક યુવક બુલેટની ટાંકી પર યુવતીને બેસાડી રીલ બનાવતો નજરે પડી રહ્યો છે. વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, કપલે પોતાની સાથે સાથે અન્ય વાહનચાલકોનો પણ જીવ જોખમમાં મૂક્યો હતો. રીલના ચક્કરમાં જોખમ અને મર્યાદા ભૂલાઈ સોશિયલ મીડિયામાં વડોદરાનો જે વીડિયો વાઈરલ થયો છે તેમાં એક યુવક અને યુવતી ટ્રાફિકથી ધમધમતા મુખ્ય માર્ગ પર અત્યંત જોખમી અને અશ્લીલ હાલતમાં બુલેટ સવારી કરી રહ્યા છે. યુવતી બુલેટની ટાંકી પર યુવકની સામે ફેસ-ટુ-ફેસ બેસીને અશ્લીલ ચેનચાળા કરતી જોવા મળી હતી, જેના કારણે માર્ગ પર પસાર થતા અન્ય વાહનચાલકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.એક વાહનચાલકે આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો જે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે આ વીડિયો ક્યારનો છે તે જાણવા મળી શક્યું નથી. કપલે પોતાની સાથે અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મૂક્યા જાહેર માર્ગ પર મર્યાદા ઓળંગીને કરવામાં આવેલી આ હરકતો માત્ર સંસ્કારી નગરીની છબીને જ નથી ખરડતી, પરંતુ માર્ગ સલામતી સામે પણ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. આ પ્રકારે વિપરીત સ્થિતિમાં બેસીને વાહન ચલાવવાથી અકસ્માત થવાનું જોખમ રહેલું છે, જેમાં કપલની સાથે અન્ય નિર્દોષ વાહનચાલકોનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયા બાદ લોકો દ્વારા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. બુલેટના નંબરના આધારે પોલીસ કાર્યવાહી કરશે? વાયરલ વીડિયોમાં બુલેટનો નંબર સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હોવાથી હવે બોલ વડોદરા ટ્રાફિક પોલીસના પાલે છે. શહેરની શાંતિ અને સંસ્કાર જાળવી રાખવા માટે પોલીસ આ મામલે કેટલી ઝડપથી તપાસ કરે છે અને વાયરલ વીડિયોના આધારે કપલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું. સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં પોલીસ સીસીટીવી ફૂટેજ અને વાયરલ વીડિયોના આધારે ઈ-મેમો અથવા જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધીને કડક સબક શીખવતી હોય છે, ત્યારે આ કિસ્સામાં પણ દાખલારૂપ કાર્યવાહીની અપેક્ષા સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    સિધ્ધપુર નજીક ટ્રક-અર્ટીગા અકસ્માત, ₹2.50 લાખનું નુકસાન:ટ્રકચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
    Next Article
    સુરત SBI 50 લાખ લૂંટમાં પોલીસ હજુ બાઈક સુધી પહોંચી:શાતિર લૂંટારુઓએ ચોરીમાં વાપરેલી ત્રણેય ગાડીઓ પહેલીવાર સામે આવી, અપાચે બાઈક ડુપ્લિકેટ આધારકાર્ડથી ખરીદી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment