Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલોલમાં ચેઇન સ્નેચરોને મોકળું મેદાન મળ્યું!:મોર્નિંગ વૉક નીકળેલા વૃદ્ધના ગળામાંથી ₹2.50 લાખની સોનાની માળા તોડીને બે શખસ ફરાર

    10 hours ago

    કલોલ શહેરના અંબિકાનગર વિસ્તારમાં મોર્નિંગ વૉક માટે નીકળેલા 67 વર્ષીય વેપારીને નિશાન બનાવીને બે ચેઇન સ્નેચરો ગળામાંથી આશરે બે તોલા વજનની અઢી લાખની કિંમતની સોનાની રૂદ્રાક્ષની માળા લુંટી લઈને એક્ટિવા પર નાસી છૂટ્યા હતા. આ અંગે કલોલ શહેર પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. એક્ટિવા પર પાછળથી બે શખસ આવ્યા મૂળ કલોલના અંબિકાનગર સોસાયટીમાં રહેતા અને વેપાર કરતા રમેશભાઈ હજારીલાલ ગુપ્તા ગત 3 નવેમ્બરના રોજ વહેલી સવારે પોતાના ઘરેથી સાયકલ લઈને મોર્નિંગ વૉક પર નીકળ્યા હતા. તેઓ શારદા સર્કલ થઈને કોબ્રા સર્કલ તરફ જઈ રહ્યા હતા. ત્યારે સાત વાગ્યાના અરસામાં અંબિકા પોલીસ લાઇન પાસેથી પસાર થતી વખતે પાછળથી કાળા રંગના એક્ટિવા પર બે લૂંટારૂઓ આવ્યા હતા. બૂમાબૂમ થતા પૂરઝડપે ફરાર જે પૈકી એક્ટિવાની પાછળની સીટ પર બેઠેલા શખ્સે અચાનક રમેશભાઈના ગળાના ભાગે આંચકો મારીને તેઓએ પહેરેલી આશરે રૂ. 2,50,000 કિંમતની બે તોલા સોનાની રૂદ્રાક્ષની માળા તોડી લીધી હતી. આ બનાવ બન્યા બાદ બંને લૂંટારૂઓ કાળા રંગના એક્ટિવા પર કોબ્રા સર્કલ તરફ પૂરપાટ ઝડપે નાસી છૂટ્યા હતા. જેના પગલે વૃદ્ધે બૂમાબૂમ કરી હતી, પરંતુ લૂંટારૂઓ હાથમાં આવ્યા નહોતા. વૃદ્ધે બે અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી ઘટના બાદ ભોગ બનનાર વૃદ્ધ ગભરાઈ ગયા હતા અને પરિવારજનો સાથે ચર્ચા કર્યા બાદ દિવાળીના તહેવારના કારણે દુકાને ગ્રાહકોનો ભારે ઘસારો હોવાથી ફરિયાદ નોંધાવવામાં મોડું થયું હતું. આખરે વૃદ્ધે આશરે 25થી 30 વર્ષની ઉંમરના સફેદ અને કાળા રંગના શર્ટ પહેરેલા મધ્યમ બાંધા બે લૂંટારૂઓ વિરુધ કલોલ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    આવતીકાલે ઇઝરાયલમાં નવા વડાપ્રધાનની જાહેરાત:આઇઝનકોટને 6 પક્ષોનું સમર્થન; દેશમાં ક્યારેય સિંગલ પાર્ટીની સરકાર બની નથી
    Next Article
    ચિલોડામાં જવાનના SBI અને AUના ખાતામાંથી પૈસા ઉપડી ગયા:બીએસએફના હેડ કોન્સ્ટેબલ સાથે રૂપિયા 1.85 લાખનો સાયબર ફ્રોડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment