Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચિલોડામાં જવાનના SBI અને AUના ખાતામાંથી પૈસા ઉપડી ગયા:બીએસએફના હેડ કોન્સ્ટેબલ સાથે રૂપિયા 1.85 લાખનો સાયબર ફ્રોડ

    15 hours ago

    ગાંધીનગરના ચિલોડા સ્થિત BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ) કેમ્પમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જવાન સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. ઈન્સ્ટાગ્રામ પરથી એક એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ અજાણ્યા ઠગે તેમના બે જુદા જુદા બેંક ખાતામાંથી કુલ રૂ. 1.85 લાખની ઓનલાઈન છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, રાજસ્થાનના વતની અને હાલ ચિલોડા BSF કેમ્પમાં નોકરી કરતા રાજવિરસિંહ શીશરામ ચૌધરીએ આ અંગે ચિલોડા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, 1 નવેમ્બર2026ના રોજ બપોરે આશરે બે વાગ્યે તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. ત્યારબાદ એપ્લિકેશનમાં રૂ. ૩૯૯નું રીચાર્જ માગતા તેમણે શંકા જતાં તુરંત જ તે એપ મોબાઈલમાંથી ડીલીટ કરી દીધી હતી. app ડિલીટ કર્યા બાદ તેઓ સુઈ ગયા હતા. સાંજે સાડા ચારેક વાગ્યે જાગીને મોબાઈલ જોતા જ તેમના હોશ ઊડી ગયા હતા. તેમના મોબાઈલ પર બેંકમાંથી પૈસા ઉપડી ગયાના મેસેજ આવ્યા હતા. અજાણ્યા શખ્સે NEFT અને UPI ટ્રાન્ઝેક્શન મારફતે તેમના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના ખાતામાંથી રૂ. 90 હજાર અને AU સ્મોલ ફાઇનાન્સ બેંકના ખાતામાંથી રૂ. 95 હજાર મળીને કુલ રૂ. 1.85 લાખ બારોબાર ઉપાડી લીધા હતા. ઠગાઈનો ભોગ બનેલા જવાને તુરંત જ પોતાના બંને બેંક ખાતા બંધ કરાવી 1930 પર ઓનલાઈન ફરિયાદ કરી હતી. ત્યારબાદ ચિલોડા પોલીસ મથકે રૂબરૂ પહોંચી અજાણ્યા શખ્સ સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કલોલમાં ચેઇન સ્નેચરોને મોકળું મેદાન મળ્યું!:મોર્નિંગ વૉક નીકળેલા વૃદ્ધના ગળામાંથી ₹2.50 લાખની સોનાની માળા તોડીને બે શખસ ફરાર
    Next Article
    Woman Who Targeted Nvidia CEO Jensen Huang Was Recruited By Top China Spy Agency: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment