Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં શિવાજી મહારાજની પ્રતિમાનું ખાતમુહૂર્ત:બંબાખાના વિસ્તારમાં ₹24.51 લાખના ખર્ચે સર્કલ બનશે

    19 hours ago

    ભરૂચ શહેરના બંબાખાના વિસ્તારમાં છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમા અને અદ્યતન સર્કલના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભરૂચ નગરપાલિકા અને ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ (GFL), દહેજના સંયુક્ત સહયોગથી આ પ્રોજેક્ટ હાથ ધરાશે. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરાયું હતું. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ પાછળ અંદાજિત ₹24.51 લાખનો ખર્ચ થશે. આ અંતર્ગત સર્કલનું આધુનિકીકરણ, સૌંદર્યીકરણ અને આકર્ષક લાઇટિંગની સુવિધા ઊભી કરાશે. આ સર્કલનું મુખ્ય આકર્ષણ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમા રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, બંબાખાના વિસ્તાર રાષ્ટ્રીય વિચારધારા સાથે જોડાયેલો છે. સ્થાનિક નાગરિકોની લાગણીને ધ્યાનમાં રાખીને અહીં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લેવાયો છે. ધારાસભ્યએ આ પ્રોજેક્ટ માટે ભરૂચ નગરપાલિકા, વોર્ડ નંબર-9ના નાગરિકો અને સમગ્ર શહેર વતી GFLનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ બંબાખાના અને આસપાસના વિસ્તારની શોભામાં વધારો થશે અને શહેરને નવી ઓળખ મળશે. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, દહેજ એસોસિએશનના પ્રમુખ સુનિલ ભટ્ટ, પાલિકાના ઉપપ્રમુખ રચિતા મોદી, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, ધર્મેશ મિસ્ત્રી, હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જામનગરથી અમરનાથ યાત્રાનો પ્રથમ જથ્થો રવાના:શહેરના ગાંધીનગર રેલવે સ્ટેશન પર શિવભક્તોને વિદાય અપાઈ, બાબા બર્ફાનીના દર્શન કરશે
    Next Article
    મહેસાણામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર:ખેતીવાડી વિભાગે આકસ્મિક પાક આયોજન અને માર્ગદર્શન જાહેર કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment