Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરથી અમરનાથ યાત્રાનો પ્રથમ જથ્થો રવાના:શહેરના ગાંધીનગર રેલવે સ્ટેશન પર શિવભક્તોને વિદાય અપાઈ, બાબા બર્ફાનીના દર્શન કરશે

    17 hours ago

    જામનગરથી અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો રવાના થયો છે. પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ આગામી 3 જુલાઈથી થઈ રહ્યો છે, જે અંતર્ગત જામનગરમાંથી બાબા બર્ફાનીના દર્શન માટે આશરે 40 જેટલા શ્રદ્ધાળુઓ ટ્રેન મારફતે જમ્મુ જવા નીકળ્યા હતા. વહેલી સવારે જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન પર શિવભક્તોને વિદાય આપવા પરિવારજનો, મિત્રો અને સ્નેહીઓ ઉમટી પડ્યા હતા. ફૂલહાર પહેરાવી અને 'હર હર મહાદેવ'ના જયઘોષ સાથે શ્રદ્ધાળુઓને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. એક મહિનાથી પંજાબ નેશનલ બેંકમાં નોંધણી ચાલી અમરનાથ યાત્રા માટે જામનગર સ્થિત પંજાબ નેશનલ બેંક ખાતે છેલ્લા એક મહિનાથી નોંધણી પ્રક્રિયા ચાલી રહી હતી. નોંધણી કરાવનાર યાત્રાળુઓ હવે અલગ-અલગ તબક્કામાં પોતાના પ્રવાસે રવાના થઈ રહ્યા છે. કેટલાક યાત્રાળુઓએ જામનગરથી જ ટ્રેનમાં રિઝર્વેશન કરાવ્યું છે, જ્યારે અન્યોએ અમદાવાદથી ટ્રેન અથવા હવાઈ માર્ગે જમ્મુ પહોંચવાનું આયોજન કર્યું છે. જમ્મુ-કટરા જતી ટ્રેનોમાં યાત્રાળુ રવાના મંગળવાર અને બુધવાર દરમિયાન જમ્મુ-કટરા તરફ જતી ટ્રેનોમાં વધુ યાત્રાળુઓ રવાના થવાના હોવાથી, આગામી બે દિવસમાં જામનગરમાંથી વધુ જથ્થાઓ પ્રસ્થાન કરશે. આજે રવાના થયેલા પ્રથમ જથ્થાના શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના પવિત્ર દર્શનની અભિલાષા સાથે ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક પોતાના આધ્યાત્મિક પ્રવાસે નીકળ્યા છે.
    Click here to Read More
    Previous Article
    AAPએ વિદ્યાર્થી પાંખ ASAPમાં 16 હોદ્દેદારોની નિમણૂક કરી:9 પ્રદેશ ઉપપ્રમુખ અને 7 પ્રદેશ સંગઠન મંત્રીની જાહેરાત; રાજ્યભરમાં વિદ્યાર્થી સંગઠનને સશક્ત બનાવવા પાર્ટીનું આયોજન
    Next Article
    ભરૂચમાં શિવાજી મહારાજની પ્રતિમાનું ખાતમુહૂર્ત:બંબાખાના વિસ્તારમાં ₹24.51 લાખના ખર્ચે સર્કલ બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment