Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AAPએ વિદ્યાર્થી પાંખ ASAPમાં 16 હોદ્દેદારોની નિમણૂક કરી:9 પ્રદેશ ઉપપ્રમુખ અને 7 પ્રદેશ સંગઠન મંત્રીની જાહેરાત; રાજ્યભરમાં વિદ્યાર્થી સંગઠનને સશક્ત બનાવવા પાર્ટીનું આયોજન

    16 hours ago

    ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી (AAP)એ પોતાની વિદ્યાર્થી પાંખ ASAP (Association of Students for Alternative Politics) માં મોટા પાયે સંગઠનાત્મક ફેરફારો કર્યા છે. પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ફ્રન્ટલ પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ અને ASAPના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકીયાની આગેવાનીમાં કુલ 16 નવી નિમણૂકો જાહેર કરવામાં આવી છે. 9 પ્રદેશ ઉપપ્રમુખ અને 7 પ્રદેશ સંગઠન મંત્રીની નિમણૂક પાર્ટીએ વિદ્યાર્થી પાંખમાં 9 પ્રદેશ ઉપપ્રમુખ અને 7 પ્રદેશ સંગઠન મંત્રીની નિમણૂક કરીને યુવા સંગઠનને વધુ સક્રિય બનાવવાનો પ્રયાસ કર્યો છે. પાર્ટીનું માનવું છે કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વિદ્યાર્થીઓ સાથે સીધો સંપર્ક વધારવા અને સંગઠનને તળિયાના સ્તર સુધી મજબૂત બનાવવા આ નિયુક્તિઓ મહત્વપૂર્ણ સાબિત થશે. વિદ્યાર્થી સંગઠનને સશક્ત બનાવવા પાર્ટીનું આયોજન પાર્ટીએ તમામ નવા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી છે અને આગામી સમયમાં રાજ્યભરમાં વિદ્યાર્થી હિતના મુદ્દાઓ પર વધુ સક્રિય રીતે કાર્ય કરવાની અપેક્ષા વ્યક્ત કરી છે. AAPનું માનવું છે કે યુવાનો અને વિદ્યાર્થીઓને સંગઠન સાથે જોડીને 2027ની વિધાનસભા ચૂંટણી માટે મજબૂત રાજકીય માળખું ઊભું કરવામાં આ નિયુક્તિઓ મહત્વની ભૂમિકા ભજવશે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન:પોલીસે અટકાયત કરતા કાર્યકરો રસ્તા પર બેસી ગયા
    Next Article
    જામનગરથી અમરનાથ યાત્રાનો પ્રથમ જથ્થો રવાના:શહેરના ગાંધીનગર રેલવે સ્ટેશન પર શિવભક્તોને વિદાય અપાઈ, બાબા બર્ફાનીના દર્શન કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment