Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન:પોલીસે અટકાયત કરતા કાર્યકરો રસ્તા પર બેસી ગયા

    15 hours ago

    જામનગરમાં ખેડૂતોના પ્રશ્નોના સમર્થનમાં કોંગ્રેસે આજે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો, જેમાં મહિલાઓ પણ સામેલ હતી, કલેક્ટર કચેરી સુધી આવેદનપત્ર આપવા નીકળ્યા હતા. "ખેડૂતો પર અત્યાચાર બંધ કરો" જેવા બેનરો અને ખેતરમાં વીજ પોલના મુદ્દે "જય જવાન, જય કિસાન"ના નારા લગાવતી આ રેલી આગળ વધી રહી હતી. કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસે રેલીને નિર્ધારિત સ્થળે રોકી હતી. પોલીસે રેલીને રોકતા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો રસ્તા પર જ બેસી ગયા હતા. તેમણે સરકાર વિરોધી સૂત્રોચ્ચારો સાથે ધરણાં શરૂ કર્યા હતા. આ ઘટનાને પગલે સ્થળ પર થોડા સમય માટે તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો. કોંગ્રેસના આગેવાનોએ ખેડૂતોના પ્રશ્નો મુદ્દે રાજ્ય સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ખેડૂતોને ન્યાય આપવાની માંગ કરી હતી. સ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસે કાર્યવાહી કરી કોંગ્રેસના કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત દરમિયાન કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથીરીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇકબાલ સુમરા સહિત ૧૦થી વધુ આગેવાનોની અટકાયત કરી હતી. સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોંગ્રેસે ખેડૂતોના હિતમાં પોતાની લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ, પોલીસે જણાવ્યું હતું કે સમગ્ર કાર્યવાહી કાયદેસરની પ્રક્રિયા મુજબ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    CVM યુનિવર્સિટી આગામી 5 વર્ષમાં ટોપ-5 સંસ્થા બનશે:રિસર્ચ અને ઇનોવેશન હબ બનવા રોડમેપ રજૂ
    Next Article
    AAPએ વિદ્યાર્થી પાંખ ASAPમાં 16 હોદ્દેદારોની નિમણૂક કરી:9 પ્રદેશ ઉપપ્રમુખ અને 7 પ્રદેશ સંગઠન મંત્રીની જાહેરાત; રાજ્યભરમાં વિદ્યાર્થી સંગઠનને સશક્ત બનાવવા પાર્ટીનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment