Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CVM યુનિવર્સિટી આગામી 5 વર્ષમાં ટોપ-5 સંસ્થા બનશે:રિસર્ચ અને ઇનોવેશન હબ બનવા રોડમેપ રજૂ

    14 hours ago

    CVM યુનિવર્સિટીએ સંશોધન અને ઇનોવેશનને નવી દિશા આપવા માટે રિસર્ચ એડવાઇઝરી કાઉન્સિલ (RAC), રિસર્ચ કાઉન્સિલ (RC), ડોક્ટરેટ એડવાઇઝરી કમિટી (DAC) અને યુનિવર્સિટી રિસર્ચ એથિક્સ કમિટી (UREC)ની પ્રથમ બેઠક યોજી હતી. આ બેઠકમાં આગામી પાંચ વર્ષમાં યુનિવર્સિટીને ગુજરાતની ટોચની પાંચ રિસર્ચ સંસ્થાઓમાં સ્થાન અપાવવાનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણની સાથે ઉત્કૃષ્ટ સંશોધન આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. તેમણે ઇન્ડસ્ટ્રી-એકેડેમિયા જોડાણને મજબૂત બનાવી CVM યુનિવર્સિટીને વૈશ્વિક ઇનોવેશન હબ તરીકે વિકસાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. પ્રોવોસ્ટ ડૉ. ઇન્દ્રજીત પટેલે AI, મશીન લર્નિંગ, સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં સેન્ટર્સ ઓફ એક્સેલન્સ સ્થાપવા તેમજ ગુણવત્તાયુક્ત રિસર્ચ, પેટન્ટ અને કન્સલ્ટન્સી પર ભાર મૂક્યો હતો. ડીન RD ડૉ. અમિત ગણાત્રાએ યુનિવર્સિટીના વર્તમાન સંશોધન કાર્યોની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે યુનિવર્સિટીમાં હાલમાં 552 પીએચડી સ્કોલર્સ અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે અત્યાર સુધી 94 સંશોધકોને પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. ગુજરાત સરકારની 'શોધ' યોજના હેઠળ 73 સ્કોલર્સને શિષ્યવૃત્તિ મળી રહી છે. યુનિવર્સિટીએ અત્યાર સુધી રૂ. 8.49 કરોડનું રિસર્ચ ફંડિંગ મેળવ્યું છે, 35 પેટન્ટ નોંધાવ્યા છે અને છેલ્લા ત્રણ વર્ષમાં 616 સંશોધન પેપર્સ પ્રકાશિત કર્યા છે, જેમાંથી 576 સ્કોપસ ઇન્ડેક્સ જર્નલમાં પ્રકાશિત થયા છે. યુનિવર્સિટી દ્વારા રિસર્ચ સીડ ગ્રાન્ટ, પોસ્ટ-ડોક્ટરલ ફેલોશિપ, સુપર સ્પેશિયાલિટી લેબ, ઇન્ડસ્ટ્રી ડિફાઇન્ડ પ્રોજેક્ટ્સ અને અદ્યતન રિસર્ચ ઇકોસિસ્ટમ વિકસાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. સાથે જ દરેક ફેકલ્ટી સભ્ય માટે દર વર્ષે એક રાષ્ટ્રીય અને એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેવાનું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ બેઠકમાં UGC અને DSTના ધોરણો અનુસાર રિસર્ચ થ્રસ્ટ એરિયા નક્કી કરવા, આંતરવિષયક સંશોધનને પ્રોત્સાહન આપવા તેમજ ISRO, DRDO, BRNS અને UGC જેવી સંસ્થાઓ સાથે સંશોધન સહયોગ વધારવા અંગે પણ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    દીકરીના મોઢામાં ડૂચો મારી પિતાએ દુષ્કર્મ આચર્યું:ઘરે આવતા દ્દશ્ય જોઈ માતાના હોંશ ઉડી ગયા, રડતાં-રડતાં આપવીતી જણાવતા માએ ફરિયાદ નોંધાવી; ડેસર તાલુકાના એક ગામનો બનાવ
    Next Article
    જામનગરમાં ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન:પોલીસે અટકાયત કરતા કાર્યકરો રસ્તા પર બેસી ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment