Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીકરીના મોઢામાં ડૂચો મારી પિતાએ દુષ્કર્મ આચર્યું:ઘરે આવતા દ્દશ્ય જોઈ માતાના હોંશ ઉડી ગયા, રડતાં-રડતાં આપવીતી જણાવતા માએ ફરિયાદ નોંધાવી; ડેસર તાલુકાના એક ગામનો બનાવ

    12 hours ago

    વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના એક ગામમાં માનવતાને શરમાવે તેવી અને પિતા-પુત્રીના પવિત્ર સંબંધોને કલંકિત કરતી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. જેમાં એક કળિયુગી પિતાએ પોતાની જ 13 વર્ષ અને 2 મહિનાની સગીર વયની દીકરી પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે પીડિતાની માતાએ ડેસર પોલીસ સ્ટેશનમાં પોતાના જ પતિ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પત્ની ઝઘડો થતાં સંબંધીના ઘરે જતી રહી પીડિતાની માતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, 28 જૂનના રોજ સાંજના સમયે કપડાં લેવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. ઝઘડો વધુ ન વધે તે માટે પત્ની ઘરની નજીક જ સીમમાં આવેલા તેમના એક મહિલા સંબંધીના ઘરે ચાલી ગઈ હતી. તે સમયે ઘરમાં તેમની 13 વર્ષની દીકરી અને 10 વર્ષનો નાનો દીકરો હાજર હતા. પિતા સગીર દીકરી પર દુષ્કર્મ ગુજારી રહ્યો હતો રાત્રિના આશરે 12 વાગ્યાની આસપાસ જ્યારે માતા પોતાની બહેન સાથે ઘરે પરત ફરી, ત્યારે ઘરનો દરવાજો ન હોવાથી આડો રાખેલો ખાટલો અને પડદો હટાવીને અંદર જોતાં જ તેમના હોશ ઊડી ગયા હતા. રૂમમાં પિતા પોતાની સગીર દીકરી પર દુષ્કર્મ ગુજારી રહ્યો હતો અને દીકરીના મોઢામાં કાપડનો ડૂચો આપેલો હતો, જેથી તે બૂમ ન પાડી શકે. પત્ની અને બહેનને જોઈ જતાં જ આરોપી પિતા ત્યાંથી પેન્ટ સરખું કરતો ભાગી છૂટ્યો હતો. દીકરીએ રડતાં-રડતાં માતાને આપવીતી જણાવી આ ભયાનક દ્રશ્ય જોયા બાદ માતાએ તાત્કાલિક દીકરીના મોઢામાંથી કાપડનો ડૂચો કાઢીને તેને કપડાં પહેરાવ્યા હતા અને દીકરીને શાંત પાડી હતી. બાદમાં પીડિતાએ રડતાં-રડતાં પોતાની માતાને જણાવ્યું કે, તેનો નાનો ભાઈ સુઈ ગયા પછી પિતાએ તેને પકડીને જબરજસ્તીથી જમીન પર સુવડાવી દીધી હતી અને મોઢામાં કપડું નાખી, હાથ પકડી રાખીને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. માતાએ પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આ નરાધમ કૃત્ય અંગે પીડિતાની માતાએ પોતાની બહેન અને બનેવીને સાથે રાખી ડેસર પોલીસ સ્ટેશનમાં આરોપી પતિ અરવિંદસિંહ સામતસિંહ સોલંકી વિરુદ્ધ સગીર દીકરી પર દુષ્કર્મ આચરવા બદલ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. ડેસર પોલીસ ઇન્સ્પેક્ટર કે.સી. પટેલ આ કેસની તપાસ કરી રહ્યા છે. પોલીસે પીડિત સગીરાનું તબીબી પરીક્ષણ કરાવવા અને ફરાર આરોપી પિતાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં નગરપાલિકાની પાણીની પરબ પર ગેરકાયદેસર કબજો:પાલિકાએ પોલીસ સાથે ચાઈનીઝ લારીનો સામાન જપ્ત કર્યો
    Next Article
    CVM યુનિવર્સિટી આગામી 5 વર્ષમાં ટોપ-5 સંસ્થા બનશે:રિસર્ચ અને ઇનોવેશન હબ બનવા રોડમેપ રજૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment